• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ રિલીઝ રોકવા બોમ્બે હાઈ કોર્ટે ના પાડી

|

બોમ્બે હાઇ કોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા ના પાડી દીધી છે. એક અરજીમાં કોર્ટને દરખાસ્ત કરવામાં આવી હતી કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે. 23 મેના રોજ ચૂંટણીના પરિણામો પછી જ ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવે. સતીષ ગાયકવાડે એક અરજીમાં જણાવ્યું હતું કે, આચાર સંહિતાના ઉલ્લંઘન માનતા આ ફિલ્મ ભાજપને ચૂંટણીમાં મદદ કરવાનો પ્રયાસ કહેવામાં આવ્યું છે. આ ફિલ્મ 5 એપ્રિલના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.

રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (આઈ) પ્રમુખ દ્વારા ફાઇલ કરાયેલી અરજી

રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (આઈ) પ્રમુખ દ્વારા ફાઇલ કરાયેલી અરજી

અગાઉ 29 માર્ચના રોજ, બોમ્બે હાઈ કોર્ટે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઈ) ના અધ્યક્ષ સતીષ ગાયકવાડની નરેન્દ્ર મોદીની બાયોપિક રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની અરજીની સુનાવણી કરી હતી. ગાયકવાડના વકીલ ગણેશ ગુપ્તાએ અરજીમાં બાયોપિકની રજૂઆત સમય પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું, જો ફિલ્મ 5 એપ્રિલે ચૂંટણી દરમિયાન પ્રદર્શિત થશે, તો તે મતદારોને પ્રભાવિત કરશે અને તેની અસર તેના પરિણામો પર પડશે. મુખ્ય ન્યાયમૂર્તિ નરેશ પાટીલ અને ન્યાયમૂર્તિ નિતિન જમાદારની ખંડપીઠએ તાત્કાલિક સુનાવણી માટે અરજીને મંજુર કરતા, કેન્દ્રિય ચૂંટણી પંચને એક એપ્રિલ સુધી અરજી પર જવાબ આપવા માટે નિર્દેશ આપ્યો હતો. આ પછી આ અરજી પર સુનાવણી થઇ હતી. અદાલતે આ અરજી ખારીજ કરી ફિલ્મ પરના પ્રતિબંધને નકાર્યો.

કોંગ્રેસ પણ ફિલ્મની રિલીઝ વિરુદ્ધ

કોંગ્રેસ પણ ફિલ્મની રિલીઝ વિરુદ્ધ

કેટલાક વિરોધ પક્ષોએ પણ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરી છે. કોંગ્રેસે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે. કોંગ્રેસ તરફથી કપિલ સીબલ, આરપીએન સિંહ અને અભિષેક મનુ સિંઘવીએ ચૂંટણી પંચમાં કહ્યું હતું કે આ ફિલ્મ સંવિધાનની ભાવનાનું ઉલ્લંઘન છે. આ ફિલ્મના નિર્માતા અને અભિનેતા બંને ભાજપના છે. આવામાં બીજેપી આ ફિલ્મથી ચૂંટણીમાં લાભ લેવા માંગે છે

ફિલ્મ 5 એપ્રિલના રોજ રિલીઝ થશે

ફિલ્મ 5 એપ્રિલના રોજ રિલીઝ થશે

5 એપ્રિલ, 2019 ના રોજ નરેન્દ્ર મોદી પર બની આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મનોજ જોશી અમિત શાહની ભૂમિકા ભજવે છે. મોટાભાગની ફિલ્મની શૂટિંગ ગુજરાતનાં ઘણા ભાગોમાં કરવામાં આવી છે. ફિલ્મમાં દર્શન કુમાર, બોમન ઇરાની, ઝરિના વહાબ અને બરખા બિસ્ટ પણ જોવા મળશે. ફિલ્મ 'સરબજીત' અને 'મેરી કોમ' ના દિગ્દર્શક ઓમંગ કુમાર દ્વારા નિર્દેશિત છે. એસ સિંહ, આનંદ પંડિત અને સુરેશ ઓબેરોય તેનું પ્રોડ્યુસ કરી રહ્યા છે.

English summary
Bombay High Court disposes plea filed to stay release of PM Narendra Modi biopic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X