For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મળ્યા જામીન

સ્પેશ્યલ કોર્ટે એનઆઇએ ક્લીન ચિટ આપ્યા પછી સાધ્વી પ્રજ્ઞાની જામીન અરજી મંજૂર રાખી

|
Google Oneindia Gujarati News

માલેગાંવ બ્લાસ્ટ મામલે આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને બોમ્બે હાઇકોર્ટે જામીન આપી દીધી છે. સાધ્વી પ્રજ્ઞાના જામીનના આ આદેશ એનઆઇએની તરફથી તેને મળેલી ક્લિન ચિટના કેટલાક અઠવાડિયા પછી આવ્યો છે. આ પહેલા મુંબઇની વિશેષ અદાલતે એનઆઇએને સવાલ કર્યો હતો કે ક્યા આધાર પર પ્રજ્ઞાને ક્લિન ચીટ આપવામાં આવે છે. તે પછી સાધ્વી પ્રજ્ઞાએ હાઇકોર્ટમાં જમાનત માટે અપીલ કરી હતી. જે બાદ એનઆઇએની ક્લિન ચીટના કારણે તેમને જામીન મળી છે.

sadhvi

સાધ્વી પ્રજ્ઞાને 5 લાખ રૂપિયાની જામીન અને તેટલી જ રકમની બે ગેરંટી જમા કરવ્યા પછી જામીન પર છોડવામાં આવશે. વળી તેમનો પાસપોર્ટ એનઆઇએ પાસે રહેશે અને તેમને તમામ સુનવણીમાં ફરજિયાત હાજર રહેવું પડશે. જો કે આ મામલે આરોપી કર્નલ પ્રસાદ પુરોહિતને જામીન નથી મળી. હાઇકોર્ટે તેમની અરજીને નામંજૂર કરી છે. નોંધનીય છે કે એનઆઇએ દ્વારા અજમેર દરગાહ બ્લાસ્ટ મામલે પણ તેમને ક્લીન ચિટ આપવામાં આવી છે. ક્લોઝર રિપોર્ટ મુજબ સાધ્વી પ્રજ્ઞા વિરુદ્ધ પુરતા પુરાવા નથી.

English summary
Bombay High Court granted bail to Sadhvi Pragya Singh Thakur in the Malegaon blasts case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X