ભીમા કોરેગાંવઃ મહારાષ્ટ્ર પોલીસની પ્રેસ કોન્ફરન્સ પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા
મુંબઈઃ ભીમાર કોરેગાંવ હિંસાને લઈને મહારાષ્ટ્ર પોલીસે 31 ઓગસ્ટે પ્રેસ કોન્ફરન્સ દ્વારા દાવો કર્યો હતો કે ભીમા કોરેગાંવ હિંસામાં પકડાયેલા કાર્યકર્તાઓની ભૂમિકા હતી અને તેમની પાસેથી પર્યાપ્ત સબુત પણ મળ્યાં છે. મહારાષ્ટ્ર પોલીસે કહ્યું હતું કે મળેલાં સબૂત પરથી ખ્યાલ આવ્યો કે આ લોકો સરકારને અસ્થિર કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. ત્યારે મહારાષ્ટ્ર હાઈકોર્ટે મહારાષ્ટ્ર પોલીસે કરેલી પ્રેસ કોન્ફરન્સ મામલે સવાલો ઉઠાવ્યા છે.
ભીમા કોરેગાંવઃ શું છે નજરકેદ, ટ્રાંઝિટ રિમાન્ડ.. જેવા શબ્દોનો અર્થ
અરજદારે કહ્યું કે એક તરફ પોલીસ ટ્રાયલની વાત કરી રહી છે તો બીજી બાજુ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે. આના પર આશ્ચર્ય ચકિત થયેલ કોર્ટે કહ્યું કે, 'એમણે પ્રેસ કોન્ફરન્સ કરી?' જણાવી દઈએ કે આ મામલામાં આગલી સુનાવણી 7 સપ્ટેમ્બરે થનાર છે. જૂનમાં પુણે પોલીસે ભીમા કોરેગાંવ હિંસા મામલે 5 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે 28 ઓગસ્ટે મહારાષ્ટ્ર પોલીસે ભીમા કોરેગાંવ હિંસા મામલે 5 વામપંથી કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. જેના એક દિવસ બાદ જ સુપ્રીમ કોર્ટે તેમને નજરબંધ કરવાનો આદેશ આપી દીધો હતો અને પોલીસ કસ્ટડી આપવાની ના પાડી દીધી હતી. આ પણ વાંચો- સુપ્રીમ કોર્ટે વામપંથી વિચારકોના રિમાન્ડ નામંજૂર કર્યા, આપ્યો હાઉસ અરેસ્ટનો આદેશ