• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રેમી પંખીડાને માર્યો ઢોર માર, વીડિયો બન્યો વાયરલ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 16 જાન્યુઆરી: મહારાષ્ટ્રના લાતુર શહેરમાં મોરલ પોલિસિંગનો એક મામલો સામે આવ્યો છે, જ્યાં એક યુવક અને યુવતીને કેટલાક લોકો એટલા માટે ઢોર માર મારી રહ્યા છે કારણ કે તેઓ એકબીજા સાથે ગાર્ડનમાં એકલા બેસ્યા હતા.

આ ધટનાનો એક એક વીડિયો સામે આવ્યો છે, તેમાં કેટલાંક લોકો એક યુવતી અને યુવકને ઢોર માર મારી રહ્યા છે. ઘટના લાતૂરના અંકોલી ગામની છે. ઘટના જે વિસ્તારની છે, ત્યાં જંગલ પણ છે અને હંમેશા યુવક-યુવતીઓ એકાંત જોઇને અત્રે ફરવા માટે આવી પહોંચે છે. આ ઘટના બાદ યુવતી ચાલી પણ ન્હોતી શકતી.

જાણકારી અનુસાર ઘટનાના સમયે 25-30 લોકો ત્યાં ઉપસ્થિત હતા, પરંતુ દરેક જણ ચુપચાપ ઊભા રહ્યા. આ વીડિયો તેમને માર મારનારાઓમાંથી જ એક શખ્શે શૂટ કર્યો હતો. આ કૃત્ય જે લોકોએ કર્યું છે તે લોકોના આજુબાજુમાં ખેતરો હોવાનું મનાય છે. આ ઇસમો પર આઇપીસીની ધારા 395 હેઠળ લાતૂરની મરૂડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી લેવામાં આવી છે, અને આ સિલસિલામાં ત્રણ લોકોને પકડી લેવામાં આવ્યા છે, જ્યારે ત્રણ અન્ય ઇસમો ફરાર બતાવવામાં આવી રહ્યા છે.

English summary
Boy and girl beaten up In latur, video become viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X