For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિલાવલે કહ્યું આખું કાશ્મીર લઇને રહીશું, ભારતનો વળતો પ્રહાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર: પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટોએ કાશ્મીરને લઇને ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. બિલાવલે જણાવ્યું છે કે 'તેઓ આખું કાશ્મીર પાછું લેશે, અને એક ઇંચ પણ નહીં છોડે.' કાશ્મીરને લઇને બિલાવલના નિવેદન પર તમામ રાજનૈતિક પાર્ટીઓએ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે.

ભાજપે બિલાવલ ભુટ્ટોના આ નિવેદનને 'બાલીશ અને અપરિપક્વ' ગણાવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ આખે આખુ કાશ્મીર પાછું લેશે અને તેનું ઇંચ પણ નહીં છોડે. જ્યારે કોંગ્રેસે તીખી ટીકા કરતા જણાવ્યું છે કે, બિલાવલ દિવસમાં સપના જોઇ રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે પાકિસ્તાનના નેતાઓ દ્વારા આવા ભડકાઉ નિવેદન આપવા તેમની આદત બની ગઇ છે પરંતુ ભારતની સેના પહેલાની જેમ આજે પણ પોતાની ભૂમિની રક્ષા કરવા અને પાકિસ્તાનને મો તોડ જવાબ આપવામાં સક્ષમ છે.

ભાજપે જણાવ્યું, 'બિલાવલ ભુટ્ટોનું નિવેદન ખૂબ જ બાલીશ અને અપરિપક્વ છે. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. કાશ્મીર પર ખરાબ નજર રાખનારાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.' નકવીએ જણાવ્યું કે પાકિસ્તાનના નેતાઓએ હંમેશાથી રાજનૈતિક ઉત્થાન માટે કાશ્મીરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે.

જ્યારે ભાજપાના અન્ય નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ બિલાવલના નિવેદન પર જણાવ્યું કે, 'હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે તેઓ સંપૂર્ણરીતે અનુભવહીન છે અને પોતાના પરિવારના કારણે પીપીપીના પ્રમુખ બન્યા છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાની નેતા પોતાના દેશની અંદરની સમસ્યાઓથી જનતાનું ધ્યાન હટાવવા માટે પણ આવું કરે છે.'

વાંચો કોણે કોણે બિલાવલને શું આપ્યો જવાબ...

શું કહ્યું હતું બિલાવલ ભુટ્ટોએ...

શું કહ્યું હતું બિલાવલ ભુટ્ટોએ...

બિલાવલ ભુટ્ટોએ જણાવ્યું હતું કે 'તેઓ આખે આખુ કાશ્મીર પાછું લેશે અને તેનું ઇંચ પણ નહીં છોડે.'

ભાજપ

ભાજપ

ભાજપે બિલાવલ ભુટ્ટોના આ નિવેદનને 'બાલીશ અને અપરિપક્વ' ગણાવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ આખે આખુ કાશ્મીર પાછું લેશે અને તેનું ઇંચ પણ નહીં છોડે. ભાજપે જણાવ્યું, 'બિલાવલ ભુટ્ટોનું નિવેદન ખૂબ જ બાલીશ અને અપરિપક્વ છે. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. કાશ્મીર પર ખરાબ નજર રાખનારાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.'

કોંગ્રેસ

કોંગ્રેસ

જ્યારે કોંગ્રેસે તીખી ટીકા કરતા જણાવ્યું છે કે, બિલાવલ દિવસમાં સપના જોઇ રહ્યા છે.

મુખ્તાર અબ્બાસ નકવી, ભાજપ

મુખ્તાર અબ્બાસ નકવી, ભાજપ

ભાજપના વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે પાકિસ્તાનના નેતાઓ દ્વારા આવા ભડકાઉ નિવેદન આપવા તેમની આદત બની ગઇ છે પરંતુ ભારતની સેના પહેલાની જેમ આજે પણ પોતાની ભૂમિની રક્ષા કરવા અને પાકિસ્તાનને મો તોડ જવાબ આપવામાં સક્ષમ છે. નકવીએ જણાવ્યું કે પાકિસ્તાનના નેતાઓએ હંમેશાથી રાજનૈતિક ઉત્થાન માટે કાશ્મીરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે.

સુબ્રહ્મણ્યમ સ્વામી

સુબ્રહ્મણ્યમ સ્વામી

જ્યારે ભાજપાના અન્ય નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ બિલાવલના નિવેદન પર જણાવ્યું કે, 'હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે તેઓ સંપૂર્ણરીતે અનુભવહીન છે અને પોતાના પરિવારના કારણે પીપીપીના પ્રમુખ બન્યા છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાની નેતા પોતાના દેશની અંદરની સમસ્યાઓથી જનતાનું ધ્યાન હટાવવા માટે પણ આવું કરે છે.'

English summary
BPJ said on Bilawal, that it is a very immature comment. Young man is totally inexperienced in politics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X