For Quick Alerts
For Daily Alerts
આજે બ્રહમોસ મિસાઇલનું સફળ પરિક્ષણ કરાયું
પણજી, 7 ઑક્ટોબર : આજે ભારતીય નૌકાદળે 290 કિમીની રેન્જ ધરાવતી સુપરસોનિક મિસાઇલ બ્રહમોસનું સફળ પરિક્ષણ ગોવા દરિયા કિનારાના યુદ્ધ જહાજ પરથી કર્યું હતું. બ્રહમોસ મિસાઇલ 300 કિલોગ્રામનું પરંપરાગત વૉરહેડ વહન કરવા સક્ષમ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 'આજે વહેલી સવારે ગોવાના દરિયામાં રશિયા પાસેથી ભારતીય નૌકાદળે મળવેલી આઇએનએસ-ટેગ મિસાઇલ વાહક યુદ્ધ જહાજ પરથી ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યું હતું.'
ઉલ્લેખનીય છે કે બ્રહમોસ મિસાઇલનું નૌકાદળમાં સૌપ્રથમવાર પરિક્ષણ આઇએનએસ રાજપૂત સાથે વર્ષ 2005માં કરવામાં આવ્યું હતું. લશ્કરની બે ટૂકડીઓ સાથે તેનું કામ સંપૂર્ણ રીતે શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત મિસાઇલનું એર લોન્ચ અને સબમરીન લોન્ચ વર્ઝન પણ તૈયાર કરવામાં આવી રહેલું છે.
Comments
English summary
The Navy today successfully test-fired the 290-km range BrahMos supersonic cruise missile, capable of carrying a conventional warhead of 300 kg, from a warship off the Goa coast.
Story first published: Sunday, October 7, 2012, 10:54 [IST]