બ્રિક્સ સમિટ 2016: ગોવામાં સંમેલનનું સમાપન, ભારતને ચીનથી મળી નિરાશા
ગોવામાં થયેલા બ્રિક્સ સંમેલન 2016 નું રવિવારે સમાપન થયુ. આમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર વ્યાપેલા આતંકવાદની સામે એકજૂટ થવા પર બ્રિક્સ દેશોમાં સર્વસંમતિ સધાઇ. પીએમ નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને આતંકવાદનો રક્ષક બતાવતા તેને આતંકવાદની ' જન્મભૂમિ ' કહી.
આ આતંકવાદી સંગઠનોનો ન થયો ઉલ્લેખ
જો કે, ભારતને ચીન પાસેથી એક બાબતે નિરાશા સાંપડી છે. ઇંડિયા બ્રિક્સ ટીમના લીડર અને સમિટના સેક્રેટરી અમર સિન્હાની માનીએ તો ઘોષણાપત્રમાં આતંકવાદી સંગઠનોના ઉલ્લેખ બાબતે સર્વસંમતિ સાધી શકાઇ નથી. ભારતને આશા હતી કે લશ્કર-એ- તોયબા, જૈશ-એ-મોહમ્મદ વગેરે આતંકવાદી સંગઠનોનો ઉલ્લેખ થશે.
આ માટે નિરાશાજનક રહ્યુ સમાપન
સિન્હાએ આને નિરાશાજનક બતાવ્યુ કારણકે ઘોષણાપત્રમાં આઇએસ અને અલ-નુસરા સરીખે આતંકવાદી સંગઠનોનો ઉલ્લેખ છે. આનુ કારણ એ પણ હોઇ શકે કે પાકિસ્તાની આતંકવાદી સંગઠનોએ ભારતને જ નિશાન બનાવ્યુ છે જ્યારે અન્ય બ્રિક્સ દેશો આના ત્રાસથી હજુ દૂર છે.
ઉરી હુમલાની થઇ આકરી નિંદા
ગોવા સમિટમાં સીમાપારથી થતા આતંકવાદની તો ચર્ચા ન થઇ પરંતુ બ્રિક્સના ભારત સિવાયના 4 દેશો - રશિયા, બ્રાઝિલ, ચીન અને દક્ષિણ આફ્રિકાએ ઉરી આતંકવાદી હુમલાને નિંદા કરી. આમાં બધા દેશોએ આતંકવાદનો વિરોધ કર્યો. ગોવાની સમિટના ઘોષણાપત્રમાં આતંકવાદનો ઉલ્લેખ કુલ 38 વાર થયો.