બ્રિક્સ શિખર સંમેલન આજે, સામ-સામે આવશે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ
બ્રિક્સ દેશોના 12માં શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે શામેલ થશે. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા શામેલ છે. આ શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ભાગ લેશે. ભારત-ચીન વચ્ચે સીમા વિવાદ દરમિયાન એક મહિનામાં આ પીએમ મોદી અને જિનપિંગની બીજી મુલાકાત છે. ગયા સપ્તાહે શાંઘાઈ સંગઠનની બેઠકમાં પણ પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ શામેલ થયા હતા. સીમા વિવાદ માટેની આ મુલાકાત પર સૌની નજર રહેશે. બ્રિક્સ દેશ આ સંમેલનમાં વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ભાગ લેશે.
બ્રિક્સ સમિટમાં આ મુદ્દાઓ પર ચર્ચા થશે
આ બેઠકમાં ચીની રાષ્ટ્રપરિત ઉપરાંત રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, બ્રાઝિલનના રાષ્ટ્રપતિ જેયરબ બોલસોનારો પણ શામેલ થશે. વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે આજે(17 નવેમ્બર) યોજાનાર બ્રિક્સ સંમેલનમાં આતંકવાદ, કોરોના વાયરસ મહામારી, આરોગ્ય પર ચર્ચા થશે. આ ઉપરાંત મહામારી વિશે બધા દેશોને થયેલ નુકશાનની ભરપાઈના ઉપાયો જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, પીએમ મોદી રાષ્ટ્રપતિ પુતિનના નિમંત્રણ પર રશિયાની મેજબાનીમાં થઈ રહેલ બ્રિક્સ દેશોના 12માં શિખર સંમેલનમાં શામેલ થશે.
2021માં ભારત કરશે બ્રિક્સ સમિટની મેજબાની
વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે બેઠકમાં આવતા બ્રિક્સ શિખર સંમેલન માટે ભારતને અધ્યક્ષતા સોંપવામાં આવી છે. એટલે કે ભારત 2021માં યોજાનાર 13માં બ્રિક્સ દેશોના શિખર સંમેલનની મેજબાની કરશે. જો કે ભારતે 2012 અને 2016માં બ્રિક્સ દેશોના શિખર સંમેલનની અધ્યક્ષતા કરી છે.
ગયા સપ્તાહે પણ ચીની રાષ્ટ્રપતિ અને પીએમ મોદી હતા આમને-સામને
બ્રિક્સ દેશોનુ આ સંમેલન એવા સમયમાં થઈ રહ્યુ છે જ્યારે ભારત અને ચીન વચ્ચે મે 2020થઈ લઈને સીમા વિવાદ માટે ઘણી વાર મેજર જનરલ અને વિદેશ મંત્રાલયની વાતચીત થઈ છે પરંતુ ગતિરોધ હજુ પણ ચાલુ છે. ગયા સપ્તાહે પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક દરમિયાન વર્ચ્યુઅલી એકબીજાની સામે હતા.
NASA: ચાર અંતરિક્ષ યાત્રીઓને લઈ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે રવાના થયું SpaceX, જુઓ વીડિયો