
અંગ્રેજોએ ગેરસમજણો ઉભી કરીને હિંદુ-મુસલમાનોને લડાવ્યાઃ મોહન ભાગવત
નવી દિલ્લીઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે હિંદુઓ અને અંગ્રેજો વચ્ચે ઝઘડો પેદા કરવામાં સૌથી મહત્વની ભૂમિકા અંગ્રેજોની રહી છે. અંગ્રેજોએ ખોટી વાતોનો સહારો લઈને ભારતમાં હિંદુ-મુસલમાનને લડાવવાનુ કામ કર્યુ. સોમવારે મુંબઈમાં એક કાર્યક્રમમાં 'રાષ્ટ્ર પ્રથમ-રાષ્ટ્ર સર્વોપરી' વિષય પર આયોજિત એક પરિસંવાદમાં બોલતા તેમણે આ કહ્યુ.
મોહન ભાગવતે કહ્યુ કે અંગ્રેજોએ મુસલમાનોને કહ્યુ કે જો તેમણે હિંદુઓ સાથે રહેવાનો નિર્ણય કર્યો તો તેમને કંઈ નહિ મળે, હિંદુઓ વધુ છે તો માત્ર હિંદુઓ જ ચૂંટણી જીતશે અને દરેક વસ્તુઓ પર તેમનો કબજો થશે, માટે તમે એક અલગ રાષ્ટ્રની માંગ કરો. અંગ્રેજોએ કહ્યુ કે ભારતમાંથી ઈસ્લામ નષ્ટ થઈ જશે પરંતુ એ ન થયુ, મુસલમાન આજે આરામથી દેશમાં રહી પણ રહ્યા છે અને કોઈ પણ પદ મેળવી શકે છે. વળી, અંગ્રેજોએ હિંદુઓ વચ્ચે એ વાત ફેલાવી કે મુસલમાન કટ્ટરપંથી છે. આ રીતે તેણે બંને સમુદાયોને લડાવી દીધા. એ લડાઈ અને વિશ્વાસની કમીના પરિણામસ્વરૂપ, બંને એકબીજાથી અંતર જાળવવાની વાત કરતા રહ્યા છે. આપણે પોતાની દ્રષ્ટિ બદલવાની જરૂર છે.
આરએએસ સરસંઘચાલક મોહન ભાગવતે સોમવારે કહ્યુ કે હિંદુએ અને મુસલમાનોના પૂર્વજો એક જ હતા અને દરેક ભારતીય હિંદુ છે. એવામાં સમજદાર મુસ્લિમ નેતાઓએ કટ્ટરપંથીઓ વિરુદ્ધ દ્રઢતાથી ઉભુ રહેવુ જોઈએ. સમજદાર મુસ્લિમ નેતાઓએ બિનજરૂરી મુદ્દાઓનો વિરોધ કરવો જોઈએ અને કટ્ટરપંથીઓ તેમજ ચરમપંથીઓ વિરુર્ધ દ્રઢતાથી ઉભુ રહેવુ જોઈએ. જેટલી જલ્દી આપણે આ કરીશુ, તેનાથી સમાજને એટલુ જ ઓછુ નુકશાન થશે. હિંદુ શબ્દ માતૃભૂમિ, પૂર્વજ અને ભારતીય સંસ્કૃતિ સમાન છે. આ અન્ય વિચારોનુ અસમ્માન નથી. આપણે મુસ્લિમ વર્ચસ્વ વિશે નહિ પરંતુ ભારતીય વર્ચસ્વ વિશે વિચારવાનુ છે.