જલ્લાદ માતાપિતાએ અંધવિશ્વાસમાં 4 માસની દિકરીની કરી હત્યા
લખનઉ: અંધવિશ્વાસ માણસના મગજ પર કઇંક એ રીતે હાવી થઇ જાય છેકે પોતાના માસૂમ બાળકોનો જીવ લેતા પણ લોકો ખચકાતા નથી. જી હા, એવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશના ફૈઝાબાદમાંથી પ્રકાશમાં આવ્યો છે. જ્યાં જલ્લાદ માતાપિતાના મગજ પર અંધશ્રદ્ધા એટલી હદે હાવી થઇ ગઇ હતી કે પોતાની માત્ર 4 માસના બાળકીને ખુબ જ બેરહમીપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધી.
ઉત્તરપ્રદેશના ફૈઝાબાદમાં માત્ર 4 માસની બાળકીની હત્યા માતાપિતાએ મંદિરની સીડીઓ પર પટકી પટકીને કરી નાખી.
આ માસૂમ બાળકીનો હેવાન પિતા જણાવે છેકે તેણે મહાકાલનું રૂપ ધારણ કરીને એક કાળનો અંત કર્યો છે. આરોપી મૂલચંદ જણાવે છેકે આ બાળકીના કારણે જ તેનું મિલન અધુરૂં રહી ગયુ હતુ. જાણીને આશ્ચર્ય થશે કે બાળકીને મોતને ઘાટ ઉતારનાર માતાપિતાને બાળકીની હત્યાનો થોડો પણ અફસોસ નથી.
આરોપી માતાપિતા મૂલચંદ અને સુશીલા, આંબેડકરનગરના રહેવાસી છે. અને અયોધ્યા ફરવા માટે આવ્યાં હતા. ત્યારે જ તેમણે અહીં રામ કી પૈડીના કિનારે સૂમસામ જગ્યા જોઇને બાળકીને સીડીઓ પર પટકી પટકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
ત્યારે લોકોએ જ્યારે બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો તો લોકોએ બાળકીને બચાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. બાળકીને ન બચાવી શકાઇ, જ્યારે માતાપિતાએ બચવા માટે નદીમાં છલાંગ લગાવી દીધી હતી, પણ લોકોએ આ હત્યારા માતાપિતાને પકડીને પોલીસને હવાલે કરી દીધા હતા.