For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોર્ડર પર BSF એ 9 હુમલા કરી પાકિસ્તાનને આપ્યો વળતો જવાબ

પાકિસ્તાન તરફથી જમ્મુના ઘણા સેક્ટર્સમાં કરાઈ રહેલ ફાયરિંગનો બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન તરફથી જમ્મુના ઘણા સેક્ટર્સમાં કરાઈ રહેલ ફાયરિંગનો બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. બીએસએફે અખનૂર ક્ષેત્રમાં બોર્ડર અને એલઓસી પાસે સ્થિત પાકિસ્તાન મિલિટ્રીની પોસ્ટ્સ અને બંકર્સ પર એક પછી એક નવ હુમલા કર્યા છે જેમાં ઓછામાં ઓછા પાંચ પાકિસ્તાની રેંજર્સ માર્યા ગયાના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આમાં ત્રણ રેંજર્સ ઘાયલ પણ છે.

એલઓસી અને બોર્ડર પર પાકિસ્તાનની પોસ્ટ પર હુમલા

એલઓસી અને બોર્ડર પર પાકિસ્તાનની પોસ્ટ પર હુમલા

સૂત્રો મુજબ બીએસએફે આ હુમલા જમ્મુના અખનૂર અને કનાચક વિસ્તારમાં પાકિસ્તાની રેંજર્સ તરફથી ચાલી રહેલ ફાયરિંગ અને શેલિંગના જવાબ રૂપે કર્યા છે. પાકિસ્તાનની ફાયરિંગમાં બીએસએફના બે જવાન શહીદ થઈ ગયા હતા તેમજ 15 સામાન્ય નાગરિક અને એક પોલિસ ઓફિસરનું પણ મોત થઈ ગયુ હતુ. સૂત્રો તરફથી જે જાણકારી મળી છે તે મુજબ પાકિસ્તાનને જવાબ આપવો બહુ જરૂરી હતો કારણકે તે સતત બીએસએફની પોસ્ટ અને નાગરિકો પર હુમલા કરી રહ્યા હતા. પાકિસ્તાને કનાચક અને અખનૂરમાં લગભગ 31 ગામોને નિશાન બનાવ્યા છે આના કારણે બોર્ડરના વિસ્તારોમાં વસેલા લોકોમાં ડરનો માહોલ પેદા થઈ ગયો છે.

40 મિનિટ સુધી થઈ કમાન્ડર લેવલની મીટિંગ

40 મિનિટ સુધી થઈ કમાન્ડર લેવલની મીટિંગ

બીએસએફે પાકિસ્તાની મિલિટ્રીની 10 પોસ્ટને નિશાન બનાવી છે અને ઘણી પોસ્ટને આ હુમલામાં બરબાદ કરી દીધી છે. આ ઉપરાંત બીએસએફ અને પાકિસ્તાની રેંજર્સ વચ્ચે કમાન્ડર સ્તરની એક મીટિંગ પૂર્ણ થઈ જે લગભગ 40 મિનિટ સુધી ચાલી. આ મીટિંગમાં બંને પક્ષોએ એલઓસી પર શાંતિ જાળવવા માટે ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. બીએસએફ તરફથી આ મીટિંગ અંગે એક અધિકૃત નિવેદન પણ જારી કરવામાં આવ્યુ છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, ‘આજની મીટિંગ એક સ્વતંત્ર માહોલમાં થઈ અને આમાં બોર્ડર પર બંને તરફ સ્થિત ગામોને ફાયરિંગથી ફ્રી કરવા પર ચર્ચા કરવામાં આવી.' બંને તરફથી એ વાત પર પણ ધ્યાન આપ્યુ કે ભરોસા માટે દરેક સ્તર પર વાતચીત માટે દરવાજા ખુલ્લા રહેવા જોઈએ. પરંતુ જમ્મુ, સાંબા અને કઠુઆ વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે ડર અને ભયનો માહોલ છે અને તેમને પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ વચન પર બિલકુલ ભરોસો નથી.

સિઝફાયર બાદ પણ ચાલુ છે ફાયરિંગ

સિઝફાયર બાદ પણ ચાલુ છે ફાયરિંગ

પાકિસ્તાન તરફથી રવિવારે ફાયરિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ અને તે સોમવારે સવારે લગભગ 3 વાગે બંધ થયુ. આ ફાયરિંગના કારણે લોકોને ઘરની અંદર અને બંકર્સમાં રહેવા માટે મજબૂર થવુ પડ્યુ છે. તેમને ડર છે કે દિવસમાં ક્યારેય પણ પાકિસ્તાન તરફથી ફાયરિંગની શરૂઆત થઈ શકે છે. ગયા મહિને પણ પાકિસ્તાની ફાયરિંગમાં બીએસએફના બે જવાન શહીદ થઈ ગયા હતા. વળી 10 નાગરિકોના મોત નીપજ્યા હતા. ભારતે વર્ષ 1989 થી અત્યાર સુધી લગભગ 70,000 લોકોને પાકિસ્તાનની ફાયરિંગ અને આતંકવાદી હુમલામાં ગુમાવી દીધા છે. બંને દેશો વચ્ચે હાલમાં જ યુદ્ધવિરામ સમજૂતી લાગૂ કરવા પર સંમતિ થઈ હતી તેમછતાં બોર્ડર પર માહોલ સતત તણાવપૂર્ણ છે.

English summary
BSF has given a very hard reply to Pakistan and carried out nine strike on International Border Jammu Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X