For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા વિરુદ્ધ બીએસપીએ ઉતાર્યો ઉમેદવાર

By Super
|
Google Oneindia Gujarati News

mayawati
લખનૌ, 25 ઑક્ટોબરઃ લોકસભાની આગામી ચૂંટણી માટે ઉત્તર પ્રદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી બહુજન સમાજ પાર્ટી(બીએસપી)એ આજે નહેરુ ગાંધી પરિવારની પરંપરાગત બેઠક રાયબરેલી માટે આજે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે.

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી આ જ બેઠક પરથી ચૂંટણી લડે છે. ડેપ્યુટી રજિસ્ટ્રાર પદ પરથી નિવૃતિ લઇ ચૂકેલા પાસી સમાજના અધ્યક્ષ રામ લખન પાસીને બીએસપીએ ઉમેદવાર બનાવ્યા છે. રાયબરેલી જિલ્લા મુખ્યાલય પર આજે આયોજિત કાર્યકર્તા સંમેલનમાં બીએસપીના પ્રદેશ અધ્યક્ષ રામ અચલ રાજ્યભરમાં રામ લખન પાસીના નામની જાહેરાત કરી છે.

કેન્દ્રમાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકારને બહારથી સમર્થન આપી રહેલી બીએસપીએ આગામી લોકસભા ચૂંટણી 2014ને લઇને અત્યારથી રણનીતિ બનાવવામાં લાગી ગઇ છે. ઉમેદવારોના નામની ઘોષણા કરી કાર્યકર્તાઓને એકજૂટ કરવાની બીએસપીની રણનીતિ હેઠળ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ ઘેરવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

English summary
Gearing up for the 2014 Lok Sabha polls, the BSP, which supports the UPA government at the Centre from outside, has announced its candidate from the Rae Bareli constituency which is currently represented by Congress President Sonia Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X