For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BSP ચીફ માયાવતીની માતા રામરતિનું નિધન, દિલ્હીમાં થશે અંતિમ સંસ્કાર!

બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીના માતા રામરતિનું નિધન થયું છે. રામરતિએ 92 વર્ષની વયે શનિવારે દિલ્હીની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર રવિવારે દિલ્હીમાં જ કરવામાં આવશે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 ઓક્ટોબર : બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીના માતા રામરતિનું નિધન થયું છે. રામરતિએ 92 વર્ષની વયે શનિવારે દિલ્હીની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર રવિવારે દિલ્હીમાં જ કરવામાં આવશે. માયાવતી માતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે આજે રાત્રે અથવા કાલે સવારે જ દિલ્હી પહોંચશે. મળતી માહિતી મુજબ માતાના મૃત્યુના સમાચાર મળતા જ તે લખનૌથી દિલ્હી જવા રવાના થઈ ગઈ છે.

Mayawati

રામરતિના મૃત્યુની જાણ બહુજન સમાજ પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે. પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝમાં કહેવામાં આવ્યું છે કે, એ જણાવતા અત્યંત દુખ થાય છે કે બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી બહેન માયાવતીના માતા શ્રીમતી રામરતિનું આજે 92 વર્ષની વયે હ્રદયરોગના હુમલાને કારણે હોસ્પિટલમાં નિધન થયું છે. માયાવતી તેમના અંતિમ દર્શન માટે દિલ્હી પહોંચી રહ્યા છે.

માયાવતીના પિતા પ્રભુદયાલનું પણ એક વર્ષ પહેલા નવેમ્બર 2020માં 95 વર્ષની વયે અવસાન થયું હતું. માયાવતીની માતા રામરતિ એક સામાન્ય ગૃહિણી હતા અને તેમના પિતા પ્રભુ દયાલ ભારતીય ટપાલ વિભાગમાં કામ કરતા હતા. માયાવતીના રાજકારણમાં પ્રવેશવાના સંઘર્ષમાં તેમની માતાએ ઘણો સાથ આપ્યો હતો.

બહુજન સમાજ પાર્ટીના સાંસદ અને વરિષ્ઠ નેતા સતીશ ચંદ્ર મિશ્રાએ રામરતિના નિધન વિશે માહિતી આપતા ટ્વિટર પર લખ્યું છે કે આવતીકાલે જ્યારે બહેન માયાવતી દિલ્હી પહોંચશે અને પરિવાર એકઠો થશે ત્યારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

English summary
BSP chief Mayawati's mother Ramrati passes away, funeral to be held in Delhi!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X