For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બસપા સુપ્રીમો માયાવતીએ જણાવ્યુ કોંગ્રેસને મહાગઠબંધનમાં ન રાખવાનું કારણ

માયાવતીએ જણાવ્યુ કે છેવટે તેમણે કોંગ્રેસ પાર્ટીને મહાગઠબંધનમાં શામેલ કેમ ન કરી.

|
Google Oneindia Gujarati News

આગામી લોકસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે મહાગઠબંધનનું એલાન થઈ ગયુ છે. બસપાની અધ્યક્ષ માયાવતી અને સપા પ્રમુખ અખિલેશ યાદવે સંયુક્ત કોન્ફરન્સમાં મહાગઠબંધનનું એલાન કર્યુ. આ દરમિયાન માયાવતીએ જણાવ્યુ કે છેવટે તેમણે કોંગ્રેસ પાર્ટીને મહાગઠબંધનમાં શામેલ કેમ ન કરી. તેમણે કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધનનો જમીન પર ફાયદો નથી મળતો. જો તેમના માટે સીટો છોડવામાં આવે તો તેનો સીધો ફાયદો પાર્ટીને નથી મળતો જ્યારે આનો ફાયદો ભાજપ ઉઠાવે છે. એટલુ જ નહિ બસપા સુપ્રીમોએ કેન્દ્ર અને રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપને બરાબર ગણાવ્યુ છે.

માયાવતીએ કોંગ્રેસ અને ભાજપને સમાન ગણાવ્યુ

માયાવતીએ કોંગ્રેસ અને ભાજપને સમાન ગણાવ્યુ

સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યુ કે બંને પાર્ટીઓની સરકારમાં રક્ષા સોમાં ઘપલાબાજી થઈ છે. કોંગ્રેસ પાર્ટીને બોફોર્સ ગોટાળાના કારણે કેન્દ્રએ સત્તા ગુમાવવી પડી છે. આ રીતે હવે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને પણ બોફોર્સ ગોટાળાને કારણે પોતાની સત્તા આગામી ચૂંટણીમાં ગુમાવવી પડશે. કોંગ્રેસ પાર્ટીના રાજમાં ઘોષિત ઈમરજન્સી લાગી હતી અને ભાજપના રાજમાં અઘોષિત ઈમરજન્સી લાગેલી છે. બંને સરકારોમાં ઈમરજન્સી જેવી હાલત છે.

કોંગ્રેસ સાથે સપા-બસપા ગઠબંધનને ફાયદો નહિઃ માયાવતી

કોંગ્રેસ સાથે સપા-બસપા ગઠબંધનને ફાયદો નહિઃ માયાવતી

કોંગ્રેસને ગઠબંધનમાં શામેલ નહિ કરવા માટે માયાવતીએ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી સાથે સપા-બસપા ગઠબંધનને ફાયદો નથી. આવુ એટલા માટે કારણકે કોંગ્રેસ સાથે ગઠબંધનતી તેમની પાર્ટીને સંપૂર્ણપણે મતો સપોર્ટમાં ન આવી શકતા અને તેમની જગ્યાએ તે ભાજપ પાસે જતા રહેતા. તેમણે આના માટે 2017 યુપી વિધાનસભા અને 1996માં થયેલ ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો. બંને ચૂંટણીઓમાં કોંગ્રેસ સાથે ગઠબંધન થયુ હતુ જેના પરિણામો બધાની સામે છે.

બસપા સુપ્રીમોનું એલાન - સમગ્ર દેશમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહિ થાય

બસપા સુપ્રીમોનું એલાન - સમગ્ર દેશમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહિ થાય

માયાવતીએ કહ્યુ કે કોંગ્રેસ અને ભાજપની સરકારમાં વધારે અંતર નથી. કોંગ્રેસ પાર્ટી આઝાદી બાદથી ઘણા વર્ષો સુધી કેન્દ્રની સત્તામાં રહી. વળી, ભાજપની સરકારમાં લોકોને વધુ ફાયદો મળ્યો નથી. કોંગ્રેસના રાજમાં પણ લોકોને મુશ્કેલીઓ થઈ. કોંગ્રેસ કે ભાજપને સત્તા એક જ વાત છે. આ દરમિયાન માયાવતીએ મોટુ એલાન કરતા કહ્યુ કે સમગ્ર દેશમાં કોંગ્રેસનું ગઠબંધન નહિ થાય.

કેટલી સીટો પર લડશે સપા-બસપા, માયાવતીએ જાણકારી આપી

કેટલી સીટો પર લડશે સપા-બસપા, માયાવતીએ જાણકારી આપી

બસપા સુપ્રીમો માયાવતીએ આ દરમિયાન મહાગઠબંધનની સીટ શેરિંગ ફોર્મ્યુલા પણ બતાવી. તેમણે કહ્યુ કે આગામી લોકસભા ચૂંટણીમાં યુપીની 80 લોકસભા સીટોમાંથી બસપા 38 સીટો પર ચૂંટણી લડશે. વળી, સમાજવાદી પાર્ટી પણ રાજ્યમમાં 38 સીટો પર ઉમેદવાર કરશે. આ ઉપરાંત બે સીટો સહયોગી પક્ષો માટે અને બે અન્ય સીટો કોંગ્રેસ પાર્ટી માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યા વિના છોડવામાં આવી છે. માયાવતીએ કહ્યુ કે અમેઠી અને રાયબરેલીની લોકસભા સીટ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યા વિના પાર્ટી માટે છોડવામાં આવી છે જેથી ભાજપના લોકો કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષને અહીં ઉલઝાવીને ન રાખી શકે.

આ પણ વાંચોઃ ગઠબંધન અંગે અખિલેશના એલાન પર કોંગ્રેસની ચેતવણી, અમને નજરઅંદાજ કરવા ખતરનાક ભૂલઆ પણ વાંચોઃ ગઠબંધન અંગે અખિલેશના એલાન પર કોંગ્રેસની ચેતવણી, અમને નજરઅંદાજ કરવા ખતરનાક ભૂલ

English summary
BSP President Mayawati reacts why Congress did not have Mahagathbandhan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X