For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીન મુદ્દે ભાજપ સાથે ઉભી છે બસપાઃ માયાવતી

ભારત અને ચીન વચ્ચે વિવાદ વિશે દેશમાં થઈ રહેલી રાજનીતિ માટે બસપા પ્રમુખ માયાવતીનુ નિવેદન સામે આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભારત અને ચીન વચ્ચે વિવાદ વિશે દેશમાં થઈ રહેલી રાજનીતિ માટે બસપા પ્રમુખ માયાવતીનુ નિવેદન સામે આવ્યુ છે. માયાવતીએ કહ્યુ કે ચીનના મુદ્દે બસપા ભાજપ સાથે ઉભી છે. પક્ષોની રાજનીતિથી ઉપર ઉઠીને અમે હંમેશા દેશહિતના મુદ્દાઓ પર કેન્દ્ર સરકારનો સાથ આપ્યો છે. એટલુ જ નહિ માયાવતીએ કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યુ, 'હું કોંગ્રેસ પાર્ટીને જણાવવા માંગુ છુ કે બસપા ના તો ક્યારેય કોઈ પાર્ટીની પ્રવકતા રહી છે ન ભવિષ્યમાં રહેશે.' માયાવતીએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના એ નિવેદન પર પણ પલટવાર કર્યો છે જેમાં તેમણે બસપાને ભાજપ સરકારના પ્રવકતા ગણાવ્યા હતા.

Mayawati

કોંગ્રેસ અને ભાજપની પરસ્પર લડાઈમાં જનતાને થઈ રહ્યુ છે નુકશાન

માયાવતીએ કહ્યુ કે ક્યારેક કોંગ્રેસ કહે છે કે બસપા ભાજપના હાથનુ રમકડુ છે. ક્યારેક ભાજપ કહે છે કે બસપા કોંગ્રેસના હાથનુ રમકડુ છે. પરંતુ બંને પાર્ટીઓ રાજનીતિ કરી રહી છે. ચીન મુદ્દે અમે ભાજપ સાથે છીએ. માયાવતીએ કહ્યુ કે ચીન મુદ્દે અત્યારે દેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપનુ જે રાજકારણ રમી રહ્યા છે તે બિલકુલ યોગ્ય નથી. તેમની પરસ્પર લડાઈમાં સૌથી વધુ નુકશાન દેશની જનતાને થઈ રહ્યુ છે. આ લડાઈમાં દેશહિતના મુદ્દા દબાઈ રહ્યા છે. આ બંનેની લડાઈમાં પેટ્રોલ અને ડીઝલનો જે સૌથી ગરમ મુદ્દો છે તે ક્યાંકને ક્યાંક દબાઈ રહ્યાો છે. માયાવતીએ કહ્યુ, મારુ કેન્દ્ર સરકારને એ જ કહેવુ છે કે તે પેટ્રોલ અને ડીઝલના ભાવ નિયંત્રિત કરે.

ગરીબ અને જરૂરિયાતમંદોને નથી મળી રહ્યો લાભ

બસપા પ્રમુખે કહ્યુ કે જમીની સ્તરે મળી રહેલા રિપોર્ટના હિસાબે ગરીબ કલ્યાણ યોજનાઓની પબ્લિસિટી તો બહુ થઈ રહી છે પરંતુ તેનો લાભ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી નથી પહોંચી રહ્યો. દરેક રાજ્યમાં યોજનાઓનો લાભ સત્તા પક્ષના લોકોને મળી રહ્યો છે.

પાકિસ્તાન સ્ટૉક એક્ચચેન્જમાં આતંકવાદી હુમલો, 2ના મોત, 4 આતંકી પણ ઠાર મરાયાપાકિસ્તાન સ્ટૉક એક્ચચેન્જમાં આતંકવાદી હુમલો, 2ના મોત, 4 આતંકી પણ ઠાર મરાયા

English summary
BSP stands with BJP on India China border issue: Mayawati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X