બજેટ 2019: મોદી સરકારે રજૂ કર્યુ વિઝન 2030, બતાવ્યા આ 10 સપના
નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં ઘણા મોટા એલાન કર્યા. નાણામંત્રીએ મધ્યમ વર્ગને આવકમાં મોટી રાહત આપીને આવક વેરા સીમા વધારવાનું એલાન કર્યુ તો વળી, દેશ સામે 2030નું વિઝન પણ રાખ્યુ છે. ગોયલે લોકસભામાં વચગાળાનું બજેટ 2019-20 રજૂ કરીને કહ્યુ કે આ પડાવ દેશને આધુનિક, ઉચ્ચ વિકાસ અને પારદર્શી સમાજમાં બદલવાનો માર્ગ આપશે. આમાં 2022 સુધી ન્યૂ ઈન્ડિયા બનાવવા અને 2030 સુધી દેશને 10 લાખ કરોડ ડૉલરની ઈકોનોમી બનાવવાનું લક્ષ્ય શામેલ છે.
1. ગોયલે કહ્યુ કે પહેલો પડાવ રસ્તા, રેલવે, બંદરો, એરપોર્ટ અને આંતરદેશીય જળમાર્ગ સહિત બધા ક્ષેત્રોમાં આગામી પેઢી માટે બેઝિક ઢાંચાનું નિર્માણ કરવુ.
2. બીજો પડાવ ડિજિટલ ઈન્ડિયા બનાવવાનો છે જે અર્થવ્યવસ્થાના દરેક ખૂણે અને દરેક નાગરિક સુધી પહોંચે. જે યુવાનો માટે દેશમાં રોજગાર ઉત્પન્ન કરે.
3. સ્વચ્છ અને હરિયાળુ ભારત ત્રીજો પડાવ છે. એવુ ભારત જે નવીનીકરણીય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બનવા સાથે ઈલેક્ટ્રીક વાહનો ચલાવે છે. આવક નિર્ભરતા ઘટાડે છે અને આપણા લોકો માટે ઉર્જા સુરક્ષા વધારે છે.
4. ચોથો પડાવ- દેશભરમાં જમીની સ્તર પર MSMEs અને સ્ટાર્ટઅપ્સનો ઉપયોગ કરીને મેક ઈન ઈન્ડિયા દ્રષ્ટિકોણના આધાર પર આધુનિક ઔદ્યોગિક પ્રૌદ્યોગિકનો ઉપયોગ કરીને ગ્રામીણ ઔદ્યોગિકરણનો વિસ્તાર કરવો.
5. સ્વચ્છ નદીઓઃ બધા ભારતીયોને સુરક્ષિત પીવાના પાણી સાથે, જીવનને જાળવી રાખવુ અને પોષણ કરવુ, સુક્ષ્મ સિંચાઈ ટેકનિકોનો ઉપયોગ, નીલી અર્થવ્યવસ્થા અને સાગરમાળાની તાકાતનો ઉપયોગ કરવો. બધા ખેડૂતો માટે સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવી હશે.
6. મહાસાગરો અને સમુદ્રતટ 2030 માટે અમારુ વિઝન છઠ્ઠો પડાવ છે.
7. ભારત દુનિયાનું લૉન્ચપેડ બની રહ્યુ છે, 2022 સુધી એક ભારતીય અંતરિક્ષ યાત્રીને અંતરિક્ષમાં મોકલવો.
8. જૈવિક ખાદ્ય પર જોર આપવા સાથે ભોજનમાં આત્મનિર્ભરતા અને કૃષિ ઉત્પાદકતામાં સુધારો.
9. સ્વસ્થ ભારત, સંકટ રહિત અને બધા માટે વ્યાપક કલ્યાણ પ્રણાલી.
10. મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ સાથે સક્રિય, જવાબદર અને મૈત્રીપૂર્ણ અમલદારશાહી.