Budget 2019: બજેટમાં મહિલાઓને ટેક્સમાં છૂટ મળી શકે છે
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મળા સીતારમણ 5 જુલાઈએ પીએમ મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કરશે. ઉમ્મીદ જતાવવામાં આવી રહી છે કે આ બેટમાં વર્કિંગ વુમનને મોટી રાહત મળી શકે છે. સૂત્રો મુજબ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં વર્કિંગ વુમેનને ટેક્સમાં મોટી રાહત આપી શકે છે.

બાળકોની પરવરિશમાં વધતા ખર્ચ પર પણ રાહત મળવાની સંભાવના
સૂત્રો મુજબ બાળકોની પરવરિશમાં વધતા ખર્ચ પર પણ રાહત મળવાની સંભાવના છે. નાણામંત્રાલયની કમાન મહિલા મંત્રીના હાથમાં હોવાથી તમામ મહિલાઓને રાહતની ઉમ્મીદ છે. વર્કિંગ વુમનના બાળકોની ક્રેચ ફી પર ટેક્સ છૂટ મળી શકે તેવી સંભાવના છે. જણાવી દઈએ કે ક્રેચ ફી પર ટેક્સ છૂટ મહત્તમ 7500 રૂપિયા સુધીની હોઈ શકે છે. મહત્તમ બે બાળકોની ક્રેચ ફી પર છૂટ આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

ટેક્સમાં છૂટ મળી શકે છે
વચગાળાના બજેટમાં મોદી સરકારે ઘોષણા કરી હતી કે મહિલાઓને બેંકથી 40 હજાર રૂપિયા સુધીના વ્યાજ પર ટેક્સ નહિ લાગે. એવી સંભાવના છે કે એજ્યુકેશન લોનના વ્યાજ પર ટેક્સ છૂટની સમય સીમા હટી શકે છે. મહિલાઓને આ બજેટથી વધુ ઉમ્મીદો બહુ વધી ગઈ છે. વર્કિંગ મહિલાઓની માંગ છે કે આ બજેટમાં આવક સીમા વધારવામાં આવે.

નિર્મલા સીતરામણ બજેટ રજૂ કરશે
સસ્તા વ્યાજ દર પર લોન લેવાનો કારોબાર શરૂ કરવા પર પણ ફેસલો કરવામાં આવી શકે છે. જણાવી દઈએ કે પીએમ મુદ્રા યોજનાના લાભાર્થિઓમાં વધુ મહિલાઓ જ છે. મધ્યમ વર્ગની વાત કરીએ તો મોદી સરકારના બજેટમાં મિડલ ક્લાસને પણ રાહત મળવાની ઉમ્મીદ છે. જણાવી દઈએ કે ગત ફેબ્રુઆરી મહિનાના અંતરિમ બજેટમાં તત્કાલિન નાણામંત્રી પીયૂષ ગોયલે નવી સરકારમાં ટેક્સ સ્લેબમાં મોટા બદલાવના સંકેત આપ્યા હતા. એવામાં ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે કેન્દ્ર સરકાર પૂર્ણ બજેટમાં આવકવેરા પર છૂટ મામલે ફેસલો લઈ શકે છે.
જમ્મુ કાશ્મીરમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાશન વધારવામાં આવે: અમિત શાહ