Budget 2021: 32 રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહી છે 'વન નેશન, વન રાશન કાર્ડ' યોજના
One Nation On Ration Card: નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં વન નેશન વન રાશન કાર્ડ યોજના વિશે વાત કરતા કહ્યું કે વર્તમાનમાં 32 રાજ્યોમાં આ યોજના ચાલી રહી છે. આ યોજના દ્વારા લાભાર્થીઓ આખા દેશમાં ગમે ત્યાં રાશન કાર્ડ દ્વારા રાશન મેળવી શકે છે. નાણામંત્રીએ જમાવ્યું કે આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા 69 કરોડ સુધી પહોંચી ગઈ છે, જેમાં મોટાભાગના પ્રવાસી શ્રમિક અને પોતાના પરિવારથી દૂર રહેતા લોકો સામેલ છે. આવા લોકો બંને જગ્યાએથી રાશન મેળવી શકે છે.
અન્ય રાજ્યોમાં પણ જલદી જ ચાલુ થશે આ યોજના
નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં કહ્યું કે વન નેશન વન રાશન કાર્ડ યોજના પ્રવાસી મજૂરો માટે સૌથી વધુ ઉપયોગી સાબિત થઈ રહી છે, વર્તમાનમાં આ યોજના 32 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહી છે અને સરકારની કોશિશ છે કે આગામી દિવસોમાં બાકી રાજ્યોમાં પણ આ યોજના લાગૂ કરવામાં આવે.
Budget 2021: બજેટ પર જીજ્ઞેશ મેવાણીએ ઉઠાવ્યા સવાલ, કોંગ્રેસે કર્યા પ્રહાર