For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2023 : બજેટમાં ખેતીને શું શું મળ્યુ? વિગતે જાણો તમામ જાહેરાતો

બજેટમાં ખેતીને લઈને ઘણી મહત્વની જાહેરાતો કરાઈ છે. નિર્મલા સીતારમણે સહકારી, પ્રાકૃતિક ખેતી અને મત્સ્યપાલન સહિતને વિસ્તારવા માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતના નાણાંમંંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં ભારતનું બજેટ પ્રસ્તૃત કરી રહી છે. બજેટમાં એક પછી એક જાહેરાતો કરાઈ રહી છે ત્યારે આ વખતે બજેટમાં ખેતીને શું મળ્યું તે જણાવવા જઈ રહ્યા છીએ. આ બજેટમાં ખેતી માટે ઘણી મહત્વની જાહેરાત કરાઈ છે. આ બજેટમાં સરકારે નવી યોજનાઓ શરૂ કરવા તેમજ પશુપાલકો અને માછીમારી માટે પણ જાહેરાતો કરી છે.

Budget 2023

2023ના બજેટમાં જાહેરાત કરાઈ છે કે, સહકાર દ્વારા ખેડૂતો માટે સમૃદ્ધિ કાર્યક્રમ ચલાવાશે. આ માટે 63000 કૃષિ મંડળીઓનું કોમ્પ્યુટરાઈઝેશન કરાશે. આનાથી ખેડૂતોને સમૃદ્ધ બનાવવામાં મદદ મળશે. આ સાથે બજેટમાં જણાવાયું છે કે, પશુપાલન, મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ધિરાણની ગતિ વધારવાની જાહેરાત કરાઈ છે. બજેટમાં વિવિધલક્ષી કોર્પોરેટ સોસાયટીઓને પ્રોત્સાહન આપવાની પણ વાત કરવામાં આવી છે.

આ બજેટમાં પ્રધાનમંત્રી મત્સ્ય પાલન યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારે ડિજિટલ ટેક્નોલોજી દ્વારા કૃષિને પ્રોત્સાહન આપવાની દિશામાં કામ કરવાની વાત કરી છે.

બજેટમાં નાણાંમંત્રીએ જણાવ્યું છે કે, સરકાર કૃષિ સ્ટાર્ટઅપ્સ માટે ડિજિટલ એક્સિલરેટર ફંડ બનાવશે. આ ફંડને કૃષિ નિધિ તરીકે ઓળખવામાં આવશે. આ સિવાય બજેટમાં માછીમારી માટે 6 હજાર કરોડ ફળવાયા છે. સરકારની જાહેરાત અનુસાર, હવે કૃષિ ધિરાણ વધારીને 20 લાખ કરોડ કરાશે.

બજેટમાં નિર્મલા સીતારમણે જણાવ્યુ કે, સરકાર મોટા અનાજને પ્રોત્સાહન આપી રહી છે અને.શ્રી અન્ન યોજના શરૂ કરવાની તૈયારી કરી રહી છે. બાગાયતી ઉત્પાદનો વધારવા માટે 2200 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અહીં નાણાંમંત્રીએ ખેતીમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહનની પણ વાત કરી અને જણાવ્યુ કે, કૃષિમાં આધુનિક તકનીકોના ઉપયોગ પર ભાર મુકાશે.

બજેટની ખેતી સાથે જોડાયેલી અન્ય મહત્વની બાબતો પર વાત કરીએ તો, ખેડૂતો માટે પોષણ, ખાદ્ય સુરક્ષા અને આયોજન માટે મિલેટ્સ કાર્યક્રમો ચલાવાઈ રહ્યા છે. શ્રીઅન્ના રાડી, શ્રીઅન્ના બાજરા, શ્રીઅન્ના રામદાના, કુંગની, કુટ્ટુ આ બધાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. મિલેટ્સમાં ખેડૂતોનું મોટુ યોગદાન છે અને શ્રીઅન્નાનું હબ બનાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.

આ સિવાય બજેટમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ ખેડૂતો માટે ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. આનાથી 63000 કૃષિ મંડળીઓનું કોમ્પ્યુટરાઈઝેશન કરાશે. કોમ્પ્યુટરાઈઝેશન થતા ખેડૂતોને સમૃદ્ધ બનાવવામાં મદદ મળશે.

પશુપાલન અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે લોન આપવાણાં ઝડપ વધારાશે અને મલ્ટીપર્પઝ કોર્પોરેટ સોસાયટીને પ્રોત્સાહન અપાશે. મત્સ્યોદ્યોગ માટે કોર્પોરેટ સોસાયટીઓની પણ વધારો કરવામાં આવશે.

છેલ્લા ઘણા સમયથી ભારતમાં ઓર્ગેનિક ખેતીને વધારવા પર ભાર મુકાઈ રહ્યો છે ત્યારે બજેટમાં આગામી ત્રણ વર્ષમાં 1 કરોડ ખેડૂતોને કુદરતી ખેતી માટે પ્રોત્સાહિત કરાશે. 10 હજાર બાયો ઇનપુટ સંશોધન કેન્દ્રો સ્થાપિત કરવા સાથે સાથે સૂક્ષ્મ ખાતર પર ભાર મૂકવામાં આવશે.

English summary
Budget 2023: What did agriculture get in the budget? Know all ads in detail
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X