For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતિશે ઉડાવી મોદીના વિકાસ મૉડલની મજાક, કહ્યું 'રનવે ની ભેંસે' ઉઘાડી પૉલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પટના, 8 નવેમ્બર: બિહારના પૂર્વ સીએમ નીતિશ કુમાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે કડવાહટથી બધા વાકેફ છે. બંને નેતા પોત-પોતાના રાજ્યોના વિકાસ માટે જાણીતા છે પરંતુ બંને એકબીજાને પસંદ કરતા નથી એટલા માટે ભલે પીએમ મોદી નીતિશ કુમાર પર કોઇ ટિપ્પણી ના કરે પરંતુ નીતિશ કુમાર વડાપ્રધાન પર કંઇપણ કહેવાની તક છોડતા નથી.

નીતિશ કુમારે પોતાના ફેસબુક વોલ પર પીએમ મોદીની જોરદાર મજાક ઉડાવી છે. તેમણે ઉડ કે દેખો ભેંસો કે સાથ મેં, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં! શીર્ષક સાથે મોદીની સાથે અમિતાભ બચ્ચન પર પણ નિશાન તાક્યું છે. નીતિશ કુમારે લખ્યું છે કે સુરતના રનવે પર આવેલી ભેંસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વિકાસ મોડલના જોરદાર ધજાગરા ઉડાવ્યા હતા.

નીતિશ કુમારે લખ્યું છે કે આ મોદી સરકારની સત્યતા છે, જેના લીધે ફ્લાઇટમાં બેઠેલા બધા 150 યાત્રીઓનો જીવ જોખમમાં મુકાઇ ગયો હતો. લોકસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર ફોટોશોપના માધ્યમથી એડિટ કરેલો ફોટો અપલોડ કરીને નરેન્દ્ર મોદીએ દેશની જનતાને મૂર્ખ બનાવી દિધા છે પરંતુ હવે જનતા સમક્ષ તેમની સચ્ચાઇ ઉજાગર થઇ ગઇ છે.

nitish

વિકાસ મોડલના નામ પર મોદીએ જનતાને બનાવ્યા મૂર્ખ
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે રાત્રે સ્પાઇસજેટ જેટનું એક વિમાન સુરત એરપોર્ટ પર એક ભેંસ સાથે ટકરાઇ ગયું હતું. બોઇંગ 737-800 વિમાન ઉડાન નંબર એસજી 622માં 150 મુસાફરો અને ચાલક દળના છ સભ્યો હતા. બધા સુરક્ષિત બચી ગયા. વિમાન સુરતથી નવી દિલ્હી માટે ઉડાન ભરવાનું હતું. ત્યારબાદ કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજૂઈ શુક્રવારે સ્પાઇસજેટ કેસ અને હવાઇપટ્ટી પર સુરક્ષા ખામીઓ સંબંધી ઘટનાઓની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આ ઘટના બાદ કંપની સ્પાઇજેટે સુરતથી પોતાની સેવા અનિશ્વિતકાળ માટે સ્થગિત કરી દિધી છે.

સુરક્ષા વિશેષજ્ઞોએ કહ્યું કે આ ઘટના એક મોટા અકસ્માતમાં ફેરવાઇ શકતી હતી, કારણ કે વિમાન જ્યારે ઝડપી ગતિ હોય તો પશુને બચાવવાના પ્રયત્નમાં તે પલટી ખાઇ શકે અથવા હવાઇપટ્ટી પરથી દૂર જઇ શકે છે.

ડીસીજીએના પૂર્વ પ્રમુખ એચ.એસ. ખોલાએ કહ્યું કે '' આ ગંભીર મુદ્દો છે. તેમાં ઘણા જીવ જઇ શકતા હતા. એરપોર્ટના અધિકારીઓને દિવાલ બનાવી અથવા અન્ય રીતે હવાઇપટ્ટીથી સુરક્ષા માનકોને સુનિશ્વિત કરવા જોઇએ. એવી ઘટનાઓ તે હવાઇમથકો પર વધુ થાય છે, જેની આસપાસ ગામ હોય છે. આવી સ્થિતીમાં રખડતા ઢોરોને બહાર રાખવા માટે જરૂરી વ્યવસ્થા કરવી જોઇએ.''

English summary
Former chief minister of Bihar, Nitish Kumar, slammed Prime Minister Narendra Modi for drum beating 'Gujarat model of development' and cited an incident of a buffalo hitting a plane at Surat airport to highlight the truth of development in the western state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X