For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુલંદશહર ઓનર કિલિંગમાં ત્રીજી ધરપકડ

|
Google Oneindia Gujarati News

બુલંદશહર, 28 નવેમ્બર: બુલંદશહર ઓનર કિલિંગ મામલે આમિરખાનને ન્યાયની માંગ કર્યા બાદ બુલંદશહર પોલિસે હાલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આજે ત્રીજા આરોપી ગલ્લૂની ધરપકડ કરી છે. ત્રણ આરોપી હજુ પણ ફરાર છે. હાલ અબ્દુલની પત્નીને જાનથી મારી નાંખવાની ધમકી મળી રહી છે. રાષ્ટ્રીય મહિલા આયોગે પીડિતાને પ્રશાસન તરફથી સુરક્ષા આપવામાં આવે તેમ કહ્યું છે.

પોલીસે કહ્યું છે કે, બાકીના આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને મહિલાને કડક સુરક્ષા પૂરી પાડવામાં આવશે. જે હોટલમાં અબ્દુલની હત્યા કરવામા આવી હતી. ગુલ્લૂએ જ હોટલમાં કામ કરતો હતો. ગુલ્લૂને આ હત્યાકાંડનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે.

નોંધનીય છે કે, પોલીસે બે આરોપીએને મંગળવારે જ પકડી લીધા હતા. મેરઠ પહોંચેલા અભિનેતા આમિર ખાને પોલીસ પ્રશાસનને અબ્દુલના હત્યારાઓને ટૂંક સમયમાં પકડવામાં આવે અને તેની પત્ની મહબિસને પુરતી સુરક્ષા આપવા કહ્યું હતું. આમિરે કહ્યં કે, અબ્દુલ સાથે ઘણું ખોટું થયું. મને ઘણો અફસોસ છે. આવું થવું જોઇતું નહોતુ. આપણે કોઇની જિંદગી ના લઇ શકીએ. કાયદો તેની પરવાનગી આપતો નથી. પોતાની ફિલ્મ તલાશના પ્રમોશન મામલે મેરઠ પહોંચેલા આમિર આ સમાચાર સાંભળીને ઘણો દુઃખી જણાતો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અબ્દુલ અને તેની પત્ની મહબિસ 3 જૂન 2012 આમિરના શો સત્યમેવ જયતેના પાંચમા એપિસોડમાં લોકોની સામે આવ્યા હતા. આ શો ઓનર કિલિંગ પર આધારિત હતો, જો કે, અબ્દુલ-મહબિસની કહાણી આમિરના શોનો હિસ્સો બની શકી નહોતી પરંતુ આમિરે તેમને વિશ્વાસ આપ્યો હતો કે તાલિબાની પંચાયતોથી ડરવું નહીં., બીજી તરફ આમિરે કહ્યું કે પોલીસ પ્રશાસને તેમને આ કેસમાં ન્યાયનો ભરોસો આપ્યો છે.

English summary
The police have arrested one more person in connection with the Bulandshahr honour killing case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X