For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુલંદશહેર હિંસા: કાર્યવાહીથી નારાજ લોકોએ MLA ને બંધક બનાવ્યો

ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં 3 ડિસેમ્બરે થયેલી હિંસા મામલે મારવામાં આવેલા સુમિત પરિજનો અને ગ્રામીણોનો પોલીસ પ્રશાશન સામે ગુસ્સો ફૂટ્યો છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં 3 ડિસેમ્બરે થયેલી હિંસા મામલે મારવામાં આવેલા સુમિત પરિજનો અને ગ્રામીણોનો પોલીસ પ્રશાશન સામે ગુસ્સો ફૂટ્યો છે. આ દરમિયાન ગ્રામીણોએ પંચાયત બોલાવીને સ્યાના ભાજપા વિધાયક દેવેન્દ્ર સિંહ લોધીને અઢી કલાક સુધી બંધક બનાવી રાખ્યા. તેની સાથે સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે સીબીઆઈ જાંચ અને નિર્દોષ ગ્રામીણોની ધરપકડ નહીં કરવાની માંગ કરી. વિધાયક ઘ્વારા આશ્વાશન આપ્યા પછી તેને છોડી મુકવામાં આવ્યો.

bulandshahr violence

જાણકારી અનુસાર, 3 ડિસેમ્બરે સ્યાના ચોકી વિસ્તારમાં ચીંગરાવઠી પોલીસ ચોકી સ્થિત સ્ટેટ હાઇવે પર થયેલી હિંસામાં છાત્ર સુમિતની ગોળી વાગવાને કારણે મૌત થઇ ગઈ. સુમિતના પિતા અમરજીત સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઇન્સ્પેક્ટર સુબોધ કુમારે આત્મરક્ષામાં નહીં પરંતુ તેના દીકરાની ગોળી મારીને હત્યા કરી છે. તેમને આરોપ લગાવ્યો છે કે પોલીસ જે સાક્ષીને ઘટનાસ્થળ પર ચા વેચનાર બતાવી રહી છે, તે નજીકના ગામમાં રહેતો ખેડૂત છે. તેમને કહ્યું કે નકલી સાક્ષી તૈયાર કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: બુલંદશહર હિંસાઃ ઈન્સ્પેક્ટર સુબોધનો અંગૂઠો કાપીને લટકેલો હતો, શરીર પર હતા 18 ઘા

આ દરમિયાન સ્યાના ભાજપા વિધાયકને ગ્રામીણો ઘ્વારા બંધક બનાવી લેવામાં આવ્યો. ગ્રામીણોએ સ્યાના હિંસા અંગે કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીથી નારાજ થઈને ભાજપા વિધાયકને ખરી ખોટી સંભળાવી. ગ્રામીણો ઘ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે પોલીસ નિર્દોષ લોકોને હત્યારા ગણાવીને જેલમાં મોકલી રહી છે. સીએમ યોગી આદિત્યનાથના આશ્વાશન પણ પછી હજુ સુધી ન્યાય નથી મળી શક્યો. હિંસા દરમિયાન માર્યા ગયેલા સુમિત કુમારના પિતા અમરજીત સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે વિધાયકને અઢી કલાક સુધી બંધક બનાવી રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: બુલંદશહેર હિંસા પર બોલ્યા નસીરુદ્દીનઃ આજે ગાયનો જીવ માણસથી વધુ કિંમતી

English summary
Bulandshahr violence: angry villagers made BJP MLA hostage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X