For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુલંદશહર હિંસાઃ ઈન્સ્પેક્ટર સુબોધનો અંગૂઠો કાપીને લટકેલો હતો, શરીર પર હતા 18 ઘા

ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં થયેલી હિંસામાં શહીદ થયેલ સ્યાના પોલિસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક વિભાગની વીડિયોગ્રાફીમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં થયેલી હિંસામાં શહીદ થયેલ સ્યાના પોલિસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક વિભાગની વીડિયોગ્રાફીમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સ્યાના પોલિસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સુબોધ કુમારનો અંગૂઠો કાપીને લટકેલો હતો અને શરીર પર 18 ઘા હતા.

આ પણ વાંચોઃ માલ્યા બેંકોના 100% પૈસા પાછા આપવા તૈયાર, 'કૃપા કરી પોતાના પૈસા લઈ લો'આ પણ વાંચોઃ માલ્યા બેંકોના 100% પૈસા પાછા આપવા તૈયાર, 'કૃપા કરી પોતાના પૈસા લઈ લો'

શરીર પર મળ્યા હતા 18 ઘા

શરીર પર મળ્યા હતા 18 ઘા

મીડિયાના સમાચારો અનુસાર, ફોરેન્સિક ટીમ પ્રભારી સુરેન્દ્ર કુમારની માનીએ તો ઈન્સ્પેક્ટર સુબોધ કુમારના માથામાં ત્રણ ઊંડા ઘા હતા. ગોળી દિમાગમાં ફસાયેલી હતી. બંને આંખોની નીચે ઈજાના નિશાન હતા. અંગૂઠો કાપીને લટકેલો હતો. પીઠ પર લાઠી અને પત્થરોના 7 નિશાન હતા. ડાબા પગના ઘૂંટણ પાછળ ચાર નિશાન હતા. તમને જણાવી દઈએ કે સ્યાના ઈન્સ્પેક્ટર સુબોધ કુમારના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તેમના માથામાં ગોળી વાગવા અને ઈજાની પુષ્ટિ થઈ છે.

32 બોરની પિસ્ટલમાંથી ચાલી હતી ગોળી

32 બોરની પિસ્ટલમાંથી ચાલી હતી ગોળી

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર શહીદ ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર તેમજ ભાજપ કાર્યકર્તા સુમિતને એક જ હથિયારથી ગોળી વાગી છે. સૂત્રોની માનીએ તો ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર અને ભાજપ કાર્યકર્તા સુમિતને .32 બોરની પિસ્તોલથી ગોળી મારવામાં આવી હતી. ઘટનાના ઘણા વીડિયો અને નજરે જોનાર સાક્ષીઓના નિવેદનથી માલુમ પડ્યુ છે કે ઈન્સ્પેક્ટરને ગોળી મારતા પહેલા બહુ ખરાબ રીતે મારવામાં આવ્યા. ભીડ એટલી હદે ઉગ્ર થઈ ગઈ હતી કે ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર એકલા જ રહી ગયા હતા. સાથી પોલિસકર્મી પોતાનો જીવ બચાવવા માટે તેમને એકલા છોડીને ભાગી ગયા હતા. સુબોધ કુમારની સર્વિસ રિવોલ્વર પણ તેમની પાસેથી મળી નથી.

ચમન, દેવેન્દ્ર, આશિષ ચૌહાણ અને સતીશની થઈ ધરપકડ

ચમન, દેવેન્દ્ર, આશિષ ચૌહાણ અને સતીશની થઈ ધરપકડ

એડીજી લૉ એન્ડ ઓર્ડર આનંદકુમારે કહ્યુ કે કયા સંગઠનના લોકો આમાં શામેલ હતા તેના પર કંઈ પણ કહેવુ અત્યારે વહેલુ ગણાશે. બુલંદશહર હિંસા અંગે 50થી 60 અજ્ઞાત લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ચમન, દેવેન્દ્ર, આશિષ ચૌહાણ અને સતીશની ધરપકડ કરવામાં આવી છે. આ બધાના નામ એ 27 લોકોમાં છે જેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

NHRC એ યુપી સરકાર અને પોલિસ પ્રમુખને જાહેર કરી નોટિસ

NHRC એ યુપી સરકાર અને પોલિસ પ્રમુખને જાહેર કરી નોટિસ

આયોગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ, ‘એનએચઆરસીએ મીડિયા રિપોર્ટો પર જાતે સંજ્ઞાન લીધુ અને ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ તથા પોલિસ મહાનિર્દેશકને નોટિસ આપીને આ ઘટના અંગે ઉપદ્રવીઓ સામે કરેલી કાર્યવાહી સહિત એક વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે.' આયોગે નોટિસમાં કહ્યુ છે કે આ હિંસક વિરોધ અને ઉગ્ર ભીડ દ્વારા કરાયેલ ઉપદ્રવની વધુ એક ઘટના છે જેનાથી અરાજકતા અને સંવેદનશીલ મુદ્દાઓ તથા પરિસ્થિતિને પહોંચી વળવામાં પ્રશાસનની નિષ્ફળતા દેખાઈ રહી છે.

શું હતો સમગ્ર મામલો

શું હતો સમગ્ર મામલો

બુલંદશહરના સ્યાના પોલિસ સ્ટેશન ક્ષેત્રની ચિંગરાવઠી પોલિસ ચોકી ક્ષેત્રમાં સોમવારની બપોરે ગોકશીની સૂચના પર જોરદાર બબાલ થઈ હતી. આ દરમિયાન ચિંગરાવટી ગામમાં મોટી સંખ્યામા હિંદુવાદી સંગઠન અને ગ્રામીણો ભેગા થઈ ગયા. ગુસ્સામાં લોકોએ ચિંગરાવટી ચાર રસ્તા જામ કરી દીધા અને પોલિસ ચોકીમાં રહેલા વાહનોને આગ ચાંપી દીધી. આ ઘટનામાં સ્યાના ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર અને ભાજપ કાર્યકર્તા સુમિત કુમારનું મોત થઈ ગયુ હતુ. આ મામલે પોલિસ તપાસ કરી રહી છે. ચિંગરાવટી ગામમાં સતત છાપેમારી ચાલુ છે.

આ પણ વાંચોઃ ત્રણ રાજ્યોમાં ભાજપની જીત અંગે નીતિન ગડકરીએ આપ્યુ મોટુ નિવેદનઆ પણ વાંચોઃ ત્રણ રાજ્યોમાં ભાજપની જીત અંગે નીતિન ગડકરીએ આપ્યુ મોટુ નિવેદન

English summary
Bulandshahr Violence Inspector Subodh Kumar's 18 pieces found in his body
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X