Bulbul Cyclone: આગામી કલાકોમાં અહીં આવી શકે આંધી-તોફાન
નવી દિલ્હીઃ પ્રચંડ ચક્રવાતી તોફાન બુલબુલે પશ્ચિમ બંગાળના તટીય ક્ષેત્ર પર પોતાની દસ્તક આપી દીધી છે અને તેણે ખતરનાક રૂપ ધારણ કરી લીધું છે, ભારતીય હવામાન વિભાગ મુજબ હાલ ચક્રવાતનું દબાણ સુંદરવન નેશનલ પાર્કથી 12 કિમી દક્ષિણ પશ્ચિમ તરફ અને પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશના તટીય વિસ્તારો પર બનેલ છે, જેના કારણે પ્રભાવિત વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને આગામી 6-8 કલાકમાં ભારે વરસાદની આશંકા છે.
|
બંગાળમાં ટકરાયું સાઈક્લોન બુલબુલ
ઓરિ્સાના તટીય વિસ્તાર પણ બુલબુલના લપેટામાં આવી શકે છે, હવામાન વિભાગે કહ્યું કે તટીય બાંગ્લાદેશ અને તેની નજીકના દક્ષિણ તથા ઉત્તર 24 પરગના જિલ્લા સુધી પહોંચતા-પહોંચતા તોફાન કમજોર પડી શકે છે, તોફાનને ધ્યાનમાં રાખી અલર્ટ જાહેર કરતા માછીમારોને તટ પર ફરવા અને આગામી આદેશ સુધી સમુદ્ર ના ખેડવાની સલાહ આપવામાં આવી છે.
|
સમગ્ર વિસ્તારમાં વરસાદ
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે કોલકાતામાં પણ 50-60 કિમી પ્રતિ કલાકની ગતિએ હવા ચાલી રહી છે અને તે 70 કિમી પ્રતિ કલાક હોવાની આશંકા છે, સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને બુલબુલ તોપાનના કારણે પડી રહેલ વરસાદને કારણે અત્યાર સુધીમાં પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં 1-1 મોત થયાં છે, ખાસ વાત એ છે કે ચક્રવાત બુલબુલ ભારતમાં આ વર્ષે સાતમું વાવાઝોડું છે, વર્ષની શરૂઆત બંગાળની ખાડીમાં ચક્રવાત પબુક સાથે થઈ હતી અને એપ્રિલમાં ફાનીએ તબાહી મચાવી હતી.
|
આગામી 24 કલાક દરિયાન અહીં વરસાદ પડી શકે
જ્યારે સ્કાઈમેટ મુજબ ચક્રવાતી તોફાન બુલબુલ પાછલા 24 કલાક દરમિયાન ઓરિસ્સા અને ગંગીય પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોાં હવામાન સક્રિય રહ્યું. આ દરમિયાન પારાદીપ, ચંદબલી અને બાલાસોરમાં મૂસળધાર વરસાદ નોંધાયો જ્યારે આગામી 24 કલાક દરમિયાન ચક્રવાત બુલબુલને કારણે ઉત્તરી તટીય ઓરિસ્સા, ગંગીય પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોના દક્ષિણી ભાગોમાં મૂસળધાર વરસાદ થઈ શકે છે. ઉત્તરી તટીય ઓરિસ્સા, દક્ષિણ તટીય પશ્ચિમ બંગાળમાં કેટલાક સ્થળોએ 100-120 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ હવાઓ પણ ચાલી શકે છે અને તોફાન આવી શકે છે.
Ayodhya Verdict: આ કારણે સુપ્રીમ કોર્ટે મુસ્લિમોને પાંચ એકર જમીન આપવાનો આદેશ આપ્યો