For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો બુલેટ ટ્રેન પર દર વર્ષે કેટલી વીજળી ખર્ચ થશે

ભારતની પહેલી સુપરફાસ્ટ બુલેટ ટ્રેન, જે મુંબઈથી અમદાવાદ વચ્ચે ચાલશે તેની વીજળી ખપત વિશે વાત કરવામાં આવે તો આ ટ્રેન દિલ્હીની મેટ્રોની સરખામણીમાં 40 ટકા વધારે વીજળી ઉપયોગ કરશે.

|
Google Oneindia Gujarati News

ભારતની પહેલી સુપરફાસ્ટ બુલેટ ટ્રેન, જે મુંબઈથી અમદાવાદ વચ્ચે ચાલશે તેની વીજળી ખપત વિશે વાત કરવામાં આવે તો આ ટ્રેન દિલ્હીની મેટ્રોની સરખામણીમાં 40 ટકા વધારે વીજળી ઉપયોગ કરશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન અનુસાર બુલેટ ટ્રેનમાં વીજળીનો વપરાશ ઘણો વધારે થશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન અનુસાર જયારે બુલેટ ટ્રેનની શરૂઆત થઇ જશે ત્યારે તેમાં 1100 મિલિયન યુનિટ વીજળી ખર્ચ દર વર્ષે થશે. જયારે દિલ્હી મેટ્રો સાથે તેની તુલના કરવામાં આવે તો તે કુલ 236 સ્ટેશન પર 350 કિલોમીટર ચાલે છે તેના પર કુલ ખર્ચ દર વર્ષે 850 મિલિયન યુનિટ ખર્ચ આવે છે.

આ પણ વાંચો: મોદીના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર વિઘ્ન, 1000 ખેડૂતોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા

દિલ્હી મેટ્રો કરતા પણ ઘણો વધારે વીજળી ખર્ચ

દિલ્હી મેટ્રો કરતા પણ ઘણો વધારે વીજળી ખર્ચ

અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બુલેટ ટ્રેનમાં વધારે વીજળીની ખપત માટે મોટું કારણ છે કે જે સ્પીડથી બુલેટ ટ્રેન ચાલે છે તેના માટે વધારે ઉર્જાની જરીરિયાત રહે છે. એટલું જ નહીં પરંતુ મેટ્રો ટ્રેનમાં રિજનરેટિંગ બ્રેકીંગ ટેક્નોલોજી હોય છે, જેને કારણે બ્રેક લગાવવાને કારણે જે ઉર્જા પેદા થાય છે તેનો ફરીથી ટ્રેન ચલાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. જેને કારણે દિલ્હી મેટ્રોમાં ઓછી ઉર્જા વપરાય છે.

2022 સુધીમાં બુલેટ ટ્રેન શરુ થશે

2022 સુધીમાં બુલેટ ટ્રેન શરુ થશે

માનવામાં આવી રહ્યું છે કે ભારતમાં બુલેટ ટ્રેનનું સંચાલન 2022 સુધીમાં શરુ થઇ જશે. દેશની આ પહેલી બુલેટ ટ્રેન હશે જે 350 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડશે. હાલમાં જ શરુ કરવામાં આવેલી ટ્રેન 18 દિલ્હીથી વારાણસી વચ્ચે 180 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પાટા પર દોડી રહી છે. 180 કિલોમીટર પ્રતિ કલાક સ્પીડથી દોડતી ટ્રેન 18 દેશની સૌથી ઝડપી ટ્રેન છે.

વીજળી કંપનીઓ સાથે કરાર

વીજળી કંપનીઓ સાથે કરાર

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન ઘ્વારા બુલેટ ટ્રેન માટે વીજળી કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યા છે, જે બુલેટ ટ્રેન સંચાલન માટે 1100 મિલિયન યુનિટ વીજળી ઉપલબ્ધ કરાવશે. આવનારા સમયમાં બુલેટ ટ્રેન માટે વીજળીની ખપત વધશે. 2033, 2045, 2055 દરમિયાન બુલેટ ટ્રેન સંચાલન વધવાની સાથે વધારે વીજળી પણ જરૂર પડશે.

English summary
Bullet train will consume 40 percent more power than Delhi metro
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X