For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'બુલ્લી બાઈ' ઍપ્લિકેશન : મુસ્લિમ યુવતીઓને ઑનલાઇન હરાજી આ ઍપ શું છે?

'બુલ્લી બાઈ' ઍપ્લિકેશન : મુસ્લિમ યુવતીઓને ઑનલાઇન હરાજી આ ઍપ શું છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

'બુલ્લી બાઈ' નામની ઍપ્લિકેશન પર કથિત રીતે મુસ્લિમ યુવતીઓની હરાજીના મામલામાં મુંબઈ પોલીસે ઉત્તરાખંડના ઉધમસિંહનગરથી એક 18 વર્ષની યુવતી શ્વેતા સિંહની ધરપકડ કરી છે.

શ્વેતા સિંહને ઉત્તરાખંડમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે જ્યાં મુંબઈ પોલીસ તેને ટ્રાંસિટ રિમાંડ પર લેવાની અરજી કરશે છે.

આ ઍપ વેબ પ્લૅટફૉર્મ ગિટહબ પર બનાવવામાં આવી હતી, ઍપને લઈને ગુસ્સો અને નારાજગી વધતાં આ ઍપ હઠાવી દેવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના જૉઇન્ટ પોલીસ કમિશ્નર મિલિંદ ભારાંબેએ બીબીસી મરાઠીને જણાવ્યું કે ત્યાર બાદ તે યુવતીને મુંબઈની અદાલતમાં રજૂ કરવામાં આવશે.

શ્વેતા સિંહ આ કેસમાં માસ્ટરમાઇન્ડ હોવાનું કહેવાય છે. પોલીસનું કહેવું છે કે શ્વેતા સિંહે આ ઍપ ડેવલપ કરી હતી.

ભારતની ઘણી મુસ્લિમ મહિલાઓને ઑનલાઇન સતામણીનો શિકાર બનાવવામાં આવી હતી. પહેલી જાન્યુઆરીએ ઘણી મહિલાઓએ ટ્વિટર પર જણાવ્યું કે તેમની તસવીરોને ગિટહબ પર બનાવવામાં આવેલી ઍપ્લિકેશન 'બુલ્લી બાઈ' પર અપલોડ કરીને તેમનો ઑનલાઇન 'ભાવ-તાલ' કરાવવામાં આવી રહ્યો છે.


શું છે આ ઍપ અને શું ખરેખર હરાજી થતી હતી?

https://twitter.com/IsmatAraa/status/1477183342822887424

ધ વાયરનાં પત્રકાર ઇસ્મત આરાએ આ મામલે દિલ્હી સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કેટલાંક મુસ્લિમ મહિલા પત્રકારો અને કાર્યકરોની તસવીરો 'બુલ્લી બાઈ' ઍપ પર અપલોડ કરવામાં આવી હતી. આ માટે તેમની પરવાનગી નહોતી લેવામાં આવી અને તેમને ફૅક હરાજીમાં મૂકવામાં આવી હતી.

આ જ રીતે જુલાઈ 2021માં 'સુલ્લી ડીલ્સ' નામની એક ઍપ્લિકેશન અને વેબસાઇટ સામે આવી હતી. જેમાં પણ 'બુલ્લી બાઈ' ની જેમ મુસ્લિમ મહિલાઓની તસવીરો શૅર કરવામાં આવી હતી અને તેઓને 'ડીલ ઑફ ધ ડે' તરીકે રજૂ કરવામાં આવતી હતી.

આ બન્ને મામલાઓમાં હકીકતે કોઈ વેચાણ થતું નથી, પરંતુ આ વેબસાઇટ અને ઍપ્લિકેશનોનો એકમાત્ર ઉદ્દેશ્ય મુસ્લિમ મહિલાઓની તસવીરો રજૂ કરીને તેમને અપમાનિત કરવાનો હતો.

'સુલ્લી' અને 'બુલ્લી' આ બન્ને હિન્દી શબ્દો કટ્ટર જમણેરી વિચારધારા ધરાવતા હિન્દુ ટ્રોલર્સ દ્વારા મુસ્લિમ મહિલાઓને ઉદ્દેશીને વાપરવામાં આવતા હોય છે.

પત્રકાર ઇસ્મત આરા, જેમનું નામ અને તસવીર આ 'બુલ્લી બાઈ' પર રાખવામાં આવ્યું હતું. તેમણે દિલ્હીમાં આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદમાં અજાણ્યા લોકો વિરૂદ્ધ ધર્મના આધારે નફરત ફેલાવવા, તેમજ જાતીય સતામણીના આરોપ મુકવામાં આવ્યા હતા.


શ્વેતા સિંહ ઍપ પાછળ માસ્ટરમાઇન્ડ હોવાની શંકા

https://twitter.com/ANI/status/1478614528925466628

મુંબઈ પોલીસે શ્વેતા સિંહની ધરપકડ કરી છે અને તેઓ આ ઍપનાં માસ્ટરમાઇન્ડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે, ''ઉત્તરાખંડના રુદ્રપુરમાંથી જે યુવતીની 'બુલ્લી બાઈ' ઍપના કેસમાં ઝરપકડ કરવામાં આવી તે એક ગરીબ પરિવારમાંથી આવે છે અને તેમના પિતા પણ જીવિત નથી. એવું લાગે છે કે તેઓ પૈસા માટે આ મામલામાં સંડોવાયેલાં હતાં.''

અગાઉ વિશાલ સિંહ નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તેમણે જ શ્વેતા સિંહ વિશે માહિતી આપી હતી.

મુંબઈ પોલીસ દ્વારા પકડવામાં આવેલ 21 વર્ષીય વિશાલ સિંહ એન્જિનિયરિંગના વિદ્યાર્થી છે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી સતેજ પાટિલે સોમવારે રાત્રે ટ્વીટ કર્યું કે, "મુંબઈ પોલીસને એક સફળતા મળી છે. જોકે, અત્યારે અમે આ સમયે કોઈ વિવરણ નથી આપી શકતા. કારણ કે તેનાથી ચાલી રહેલી તપાસમાં ખલેલ પહોંચી શકે છે. હું તમામ પીડિતોને આશ્વસ્ત કરવા માગું છું કે અમે આરોપીઓને સતત શોધી રહ્યા છીએ અને તેઓ જલદી જ પકડાઈ જશે."

https://twitter.com/satejp/status/1478039596114055169

રવિવારે પશ્ચિમ મુંબઈ સાયબર પોલીસ સ્ટેશનમાં 'બુલ્લી બાઈ' ઍપ્લિકેશનનાં અજાણ્યા ડૅવલપર્સ અને તેનો કન્ટેન્ટ ટ્વિટર પર શૅર કરનારા ટ્વિટર હૅન્ડલ વિરુદ્ધ આઈપીસી અને આઈટી ઍક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો.

આ મામલે દિલ્હી પોલીસે પણ એક ફરિયાદ દાખલ કરી છે.

ઇન્ફોર્મેશન ઍન્ડ ટૅક્નોલોજી મિનિસ્ટર અશ્વિનિ વૈષ્ણવે શનિવારે જણાવ્યું હતું કે, ગિટહબ દ્વારા આ ઍપ્લિકેશન અપલોડ કરનારા શખ્સને બ્લૉક કરી દેવામાં આવ્યો છે અને પોલીસ સાયબર એજન્સીઓ સાથે મળીને 'આગળની કાર્યવાહી' કરી રહી છે.

શિવ સેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ વળતો જવાબ આપતા ટ્વીટ કર્યું હતું કે, "બ્લૉક કરવાની જગ્યાએ આવા ગુનેગારોને પકડીને સજા કરવી વધુ મહત્વપૂર્ણ છે."

તેમણે સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ નવી ઍપ્લિકેશન બનાવવામાં આવી. કારણ કે આની પહેલા બનાવવામાં આવેલી 'સુલ્લી ડીલ્સ'નાં આરોપીઓ હજુ સુધી પકડાયા નથી.

રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ મામલાની નોંધ લીધી છે. તેના ચૅરપર્સને દિલ્હી પોલીસ કમિશનરને આ કેસ અંગે ત્વરિત કામગીરી કરવા અને તેમને જાણ કરવા કહ્યું છે.


સુલ્લી ડીલ્સ એ ઓપન સોર્સ ઍપ હતી

આ એક ઓપનસોર્સ કમ્યુનિટી ઍપ હતી જેને સૉફ્ટવૅર કોડિંગ પ્રોવાઇડર પ્લૅટફૉર્મ ગિટહબ પર બનાવવામાં આવી હતી. બુલ્લી ડીલ્સને પણ ગિટહબ પર જ બનાવવામાં આવી હતી.

બીબીસીએ આને એક કોડર પાસેથી સમજવાનો પ્રયત્ન કર્યો કે આખરે ઓપનસોર્સ પ્લૅટફૉર્મ શું હોય છે અને કેવી રીતે કામ કરે છે?

ઓપનસોર્સમાં કોડને જાહેર કરાય છે અને તેમાં અલગ-અલગ કૉમ્યુનિટીના કોડર કોડની મારફતે નવા ફીચર ઍડ કરી શકે છે અથવા કોઈ બગ છે તો તેને હઠાવી શકાય છે.

જોકે આ કોડ મારફતે કરેલા ફેરફાર ઍપમાં દેખાશે કે નહીં તેનો કંટ્રોલ ઍપ ડિઝાઇન કરનાર પાસે હોય છે.

જો આ ઍપ તેને ડિઝાઇન કરનાર પાસેથી ડિલીટ થઈ જાય તો ડોમૅન નેમ સિસ્ટમ પ્રોવાઇડરની પાસે આ ઍપથી જોડાયેલી માહિતી મેળવી શકાય છે.


સુલ્લી ડીલ્સ મામલામાં પોલીસે અત્યાર સુધી શું કર્યું

'સુલ્લી ફૉર સેલ' ઍર હવે ગિટહબ પર નથી. આ ઍપ કોણે ડિઝાઇન કરી હતી તેની માહિતી પણ નથી મળી.

છ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી આ ઘટના સાથે સંડોવાયેલા એક પણ વ્યક્તિની ધરપકડ કરી શકાઈ નથી.

ઑગસ્ટમાં બીબીસીએ આને લઈને એક ફરિયાદ કરી હતી જેમાં મુસ્લિમ મહિલાઓની ઑનલાઇન સતામણીના તમામ કેસમાં પોલીસે શું કર્યું તેની તપાસ કરવામાં આવી હતી.

સંસદમાં મૉનસૂન સત્ર દરમિયાન 29 જુલાઈના રાજ્યસભામાં સાંસદ અબ્દુલ વહાબના પ્રશ્નના ઉત્તરમાં મહિલા તથા બાલકલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે,''ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર દિલ્હી પોલીસે સુલ્લી ડીલ્સ કેસમાં એક એફઆઈઆર દાખલ કરી છે.''

બીબીસીને જાણવા મળ્યું હતું આ કેસમાં તે સમયે કોઈની ધરપકડ નહોતી કરાઈ.

સુલ્લી ડીલ્સન લઈને એક એફઆઈઆર હના મોહસીને દાખલ કરાવી હતી. હના એ મહિલાઓમાંથી એક છે જેમની તસવીર અને નામ સુલ્લી ઍપ પર વપરાયા હતા. આ એફઆઈઆર નોઇડાના સેક્ટર 24માં દાખલ કરાઈ હતી.

હનાએ બીબીસીને જણાવ્યું હતું કે આ ઘટનાના એક મહિના પછી પણ પોલીસને આ મામલામાં કંઈ મળ્યું ન હતું. થાના પ્રભારીએ કહ્યું હતું કે તેમને આ મામલામાં કંઈ નક્કર મળ્યું ન હતું.

ગિટહબે સુલ્લી ડીલ્સ મામલે શું કર્યું?

મુસ્લિમ મહિલાઓ

સુલ્લી ડીલ્સ ઍપની જેમ બુલ્લી ઍપને પણ ગિટહબ પર બનાવવામાં આવી હતી.

જુલાઈમાં સુલ્લી ડીલ્સને લઈને બીબીસીએ ગિટહબ ને કેટલાક સવાલ ઇમેલ મારફતે પૂછ્યા હતા.

જવાબમાં ગિટહબે કહ્યું હતું, " અમે આ મામલામાં યૂઝરનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું છે. રિપોર્ટ્સના આધારે આ મામલામાં તપાસ શરૂ કરી દેવાઈ છે. ગિટહબની નીતિઓ આવા કંટેન્ટ, જે સતામણી, ભેદભાવ અને હિંસાને પ્રોત્સાહન આપે છે, તેની વિરુદ્ધ છે. આ કંટેન્ટ અમારી નીતિઓનું ઉલ્લંઘન કરે છે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=yUwejY1AQ-I

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
'Bully Bai' Application: Online Auction for Muslim Girls What is this app?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X