For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુરાડી કેસ: 11 લોકોની મૌત પછી હવે પાલતુ કૂતરું ટોમી પણ મર્યું

દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 લોકોની મૌત પછી હવે 22 દિવસ પછી તેમનું પાલતુ કૂતરું ટોમી પણ મારી ગયું છે. મળતી જાણકારી અનુસાર રવિવારે ટોમીની મૌત હૃદય રોગના હુમલાથી થયી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 લોકોની મૌત પછી હવે 22 દિવસ પછી તેમનું પાલતુ કૂતરું ટોમી પણ મારી ગયું છે. મળતી જાણકારી અનુસાર રવિવારે ટોમીની મૌત હૃદય રોગના હુમલાથી થયી. જે સમય ભાટિયા પરિવારના 11 લોકોની મૌતનો મામલો સામે આવ્યો ત્યારે ટોમી પણ ઘરના ધાબાની ગ્રીલ પર બંધાયેલો હતો. આ ઘટના પછી ટોમીની દેખરેખ રાખવા માટે તેને હાઉસ ઓફ સ્ટ્રે એનિમલ નામના એનજીઓને સોંપી દેવામાં આવ્યો. એનજીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જ્યારથી ટોમીને અહીં લાવવામાં આવ્યો તેની હાલત સારી ના હતી, તે સતત બીમાર રહ્યા કરતો હતો.

ભાટિયા પરિવારના પાલતુ કુતરા ટોમીની મૌત

ભાટિયા પરિવારના પાલતુ કુતરા ટોમીની મૌત

જાણકારી અનુસાર ટોમીની મૌત નોઈડાની એક ડિસ્પેન્સરીમાં થયી જણાવવામાં આવી રહ્યું છે કે તેને ઉપચાર માટે અહીં દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રવિવારે હૃદય રોગના હુમલાથી તેની મૌત થઇ ગયી. ભાટિયા પરિવારના 11 લોકોની મૌતથી ટોમી ખુબ જ પરેશાન હતો અને ડિપ્રેસ પણ હતો. આ વાતની જાણકારી હાઉસ ઓફ સ્ટ્રે એનિમલ નામના એનજીઓ સંસ્થાપક ઘ્વારા આપવામાં આવી.

હૃદય રોગના હુમલાથી ટોમીની મૌત

હૃદય રોગના હુમલાથી ટોમીની મૌત

એનજીઓ સંસ્થાપક સંજય મોહપાત્રા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે સમયે ટોમીને ઘરની ગ્રીલ પાસેથી મેળવવામાં આવ્યો ત્યારે તે ખુબ જ વધારે તાવમાં હતો. પરંતુ અમારી ટીમની મહેનતને કારણે તે ખુબ જ જલ્દી ઠીક થઇ ગયો. પરંતુ પરિવારથી અલગ થયા પછી ટોમી ખુબ જ ઉદાસ રહેવા લાગ્યો હતો. તેને લાગતું હતું કે જે પરિવારથી તે જોડાયેલો હતો તેની સાથે કંઈક ખોટું થયું છે. રવિવારે સાંજે લગભગ 7 વાગ્યે અચાનક હૃદય રોગના હુમલાથી ટોમીની મૌત થઇ ગયી.

પરિવાર વર્ષ 2015 થી રજીસ્ટર પર નોટ લખી રહ્યો હતો

પરિવાર વર્ષ 2015 થી રજીસ્ટર પર નોટ લખી રહ્યો હતો

પોલીસને શંકા છે કે દિલ્હીના બુરાડી પરિવારને મોક્ષ માટે મૌતનો રસ્તો બતાવનાર જાનેગર્દી બાબા છે. પોલીસને ઘટનાસ્થળે જે પુરાવા મળ્યા છે તે આ વાત તરફ ઈશારો કરે છે કે આખો મામલો તંત્ર મંત્ર અને અંધવિશ્વાસ સાથે જોડાયેલો છે. જે હાલતમાં 11 લાશો મળી અને જે પ્રકારે ઘરના મંદિરના રજીસ્ટરમાં વાતો સામે આવી છે તે આ બાબત તરફ ઈશારો કરે છે. દિલ્હીના બુરાડી પરિવાર વર્ષ 2015 થી રજીસ્ટર પર નોટ લખી રહ્યો હતો.

રજીસ્ટર પણ તંત્ર મંત્ર તરફ ઈશારો કરી રહ્યું છે

રજીસ્ટર પણ તંત્ર મંત્ર તરફ ઈશારો કરી રહ્યું છે

હેરાન કરતી બાબત છે કે દિલ્હીના બુરાડીમાં પરિવારના 11 લોકોની લાશ એકદમ એવી જ હાલતમાં મળી જેવું રજીસ્ટરમાં લખ્યું હતું. રજીસ્ટરમાં બધું જ લખ્યું હતું કે કોણ ક્યાં લટકશે અને બિલકુલ તેવી જ રીતે લાશ લટકેલી મળી. રજીસ્ટરમાં મૃત્યુની તારીખ, મૃત્યુનો દિવસ અને સમય પણ લખ્યો હતો.

ડોક્ટરોની ટીમ ઘ્વારા ઘરની તપાસ પણ કરવામાં આવી

ડોક્ટરોની ટીમ ઘ્વારા ઘરની તપાસ પણ કરવામાં આવી

આ પહેલા મૃતક પરિવારના 10 લોકોની પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી હતી તેમાં પણ 10 લોકોની મૌત લટકવાને કારણે થયી હતી. ખરેખર નારાયણી દેવીની લાશ રૂમમાં જમીન પર પડેલી મળી હતી. જેના કારણે તેમની પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર બધા ડોક્ટરોની સહમતી બની રહી ના હતી. જેથી મંગળવારે ડોક્ટરોની ટીમે ઘરની તપાસ પણ કરી. હવે જયારે બધી જ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ચુકી છે તેના ઘ્વારા સાફ થઇ ચૂક્યું છે કે બધાની મૌત લટકવાને કારણે થયી હતી.

ફોરેન્સિક જાંચ

ફોરેન્સિક જાંચ

આ મામલે જોઈન્ટ કમિશ્નર આલોક વર્મા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર બધા જ લોકોની મૌત લટકવાને કારણે થયી છે, જેથી આત્મહત્યાની વાત સાબિત થાય છે. તેની સાથે તેમને જણાવ્યું કે આગળની જાંચ ચાલુ છે. બીજી બાજુ દિલ્હી પોલીસે હેન્ડરાઈટિંગ નમૂના ભેગા કરવાનું ચાલુ કર્યું છે જેથી તેઓ જાણી શકે કે ઘરમાં જે રજીસ્ટર મળ્યા છે તે કોણે લખ્યા છે.

English summary
Burari Case: after 11 members of Bhatia family found dead their pet dog, Tommy died of cardiac arrest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X