For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુરાડી કેસમાં શુ છે ઉજ્જેન તાંત્રિક કનેક્શન, ખુલ્યું રહસ્ય

દિલ્હીના બુરાડી વિસ્તારમાં ઘરની અંદર મળેલી એક જ પરિવારની 11 લાશોનું આખરે રહસ્ય શુ છે? શુ પરિવારના નાના દીકરા લલિતે ભગવાનના નામ પર 11 લોકોને આત્મહત્યા કરવા માટે તૈયાર કર્યા?

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દિલ્હીના બુરાડી વિસ્તારમાં ઘરની અંદર મળેલી એક જ પરિવારની 11 લાશોનું આખરે રહસ્ય શુ છે? શુ પરિવારના નાના દીકરા લલિતે ભગવાનના નામ પર 11 લોકોને આત્મહત્યા કરવા માટે તૈયાર કર્યા? કે પછી બહારના કોઈ વ્યક્તિએ આ ઘટનાને અંઝામ આપીને તેને આત્મહત્યા બતાવવાનું ષડયંત્ર રચ્યું? ક્રાઇમ બ્રાન્ચ હાલમાં ઘણા સવાલોના જવાબ શોધવા માટે અટવાઈ રહી છે. સતત થઇ રહેલા ખુલાસા વચ્ચે બુરાડી કેસમાં એક પછી એક નવા રહસ્યો સામે આવી રહ્યા છે. ઉજ્જેનમાં દોઢ વર્ષ પહેલા ભાટિયા પરિવાર ઘ્વારા કરાવવામાં આવેલી પૂજા સાથે જોડાયેલા તથ્યો ઘ્વારા કેસમાં એક નવો જ વળાંક આવ્યો છે.

ભૂતહરિ ગુફામાં તાંત્રિક ઘ્વારા તંત્ર મંત્ર ક્રિયા કરાવી

ભૂતહરિ ગુફામાં તાંત્રિક ઘ્વારા તંત્ર મંત્ર ક્રિયા કરાવી

ક્રાઇમ બ્રાન્ચના કેટલાક સૂત્રો ઘ્વારા જાણકારી મળી છે કે પરિવાર અને ભત્રીજી પ્રિયંકા સાથે જોડાયેલી કેટલીક પરેશાનીઓના સમાધાન માટે લગભગ દોઢ વર્ષ પહેલા લલિત ઘરના લોકો સાથે મધ્યપ્રદેશની ધાર્મિક નગરી ઉજ્જેન ગયો હતો. સમસ્યાના સમાધાન માટે લલિતે ભૂતહરિ ગુફામાં તાંત્રિક ઘ્વારા તંત્ર મંત્ર ક્રિયા કરાવી. પૂજાના બદલામાં જયારે તાંત્રિકે લાખો રૂપિયાની માંગ કરી ત્યારે લલિતે આટલા બધા રૂપિયા આપવામાં અસમર્થતા બતાવી. જેથી ગુસ્સે ભરાયેલા તાંત્રિકે આખા પરિવારનો નાશ થવાનો શ્રાપ આપ્યો.

ઘરની અંદર ત્રણ વાર હનુમાન ચાલીસા

ઘરની અંદર ત્રણ વાર હનુમાન ચાલીસા

જાંચ ટીમને ઘરની અંદર રાખેલા રજીસ્ટર ઘ્વારા જાણવા મળ્યું કે ભાટિયા પરિવારના લોકો દિવસમાં ત્રણ વાર પૂજા કરવા બેસતા હતા. જેમાં પહેલી પૂજા સવારે 8 વાગ્યે, બીજી પૂજા બપોરે 12 વાગ્યે અને ત્રીજી પૂજા રાત્રે 10 વાગ્યે થતી હતી. ત્રીજી પૂજામાં પરિવારના બધા જ લોકોનું જોડાવવું જરૂરી હતું. પૂજાના બધા જ નિર્દેશ લલિત આપતો હતો. પૂજામાં નહીં આવનાર લોકોને લલિત સજા પણ આપતો હતો. પરિવારના લોકો હનુમાનજીને ખુબ જ માનતા હતા.

5 દિવસથી હતી વિશેષ પૂજાની તૈયારી

5 દિવસથી હતી વિશેષ પૂજાની તૈયારી

દિલ્હી પોલીસને આ કેસમાં અત્યારસુધી જેટલા પણ પુરાવા મળ્યા છે તેના ઘ્વારા આ વાત સ્પષ્ટ છે કે આખો મામલો અંધવિશ્વાસ સાથે જોડાયેલો છે. પોલીસને આ કેસમાં કુલ 4 સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ મળી આવી છે. આ ફૂટેજમાં ચોખ્ખુ દેખાઈ રહ્યુ છે કે ભાટિયા પરિવારની મોટી વહુ સવિતા અને તેની દીકરી નીતુ બહારથી પાંચ સ્ટુલ લઈને ઘરની અંદર જઈ રહ્યા છે. આ એ જ સ્ટુલ છે જે ઘટના બાદ પોલિસને મૃતદેહો પાસેથી મળી આવ્યા હતા. પોલિસ હવે એ વાતની તપાસમાં લાગી છે કે ભાટિયા પરિવારની વહુ સવિતા અને તેની દીકરી નીતુ આ સ્ટુલ ક્યાંથી લાવી હતી.

English summary
Burari Death Case: Lalit Bhatia Family Ujjain Bharthari Gufa Tantrik.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X