For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુરાડીઃ લલિત તંત્રમંત્ર શરૂ કરતા પહેલા જાણતો હતો, બધા 11 લોકો મરી જશે

દિલ્હીના બુરાડીમાં 11 લોકોના રહસ્યમય મોત મામલે ક્રાઈમ બ્રાન્ચ સતત તપાસ કરી રહી છે. તેમછતાં તપાસ હજુ સુધી અંતિમ છોર સુધી પહોંચી શકી નથી.

|
Google Oneindia Gujarati News

દિલ્હીના બુરાડીમાં 11 લોકોના રહસ્યમય મોત મામલે ક્રાઈમ બ્રાન્ચ સતત તપાસ કરી રહી છે. તેમછતાં તપાસ હજુ સુધી અંતિમ છોર સુધી પહોંચી શકી નથી. તપાસ દરમિયાન ઘણા ખુલાસા થઈ રહ્યા છે. આ 11 મોત માટે લલિત ભાટિયાને જવાબદાર માનવામાં આવી રહ્યો છે. તપાસ કરી રહેલ એક અધિકારીએ જણાવ્યુ કે લલિતે બધાને પૂજાની વાત કહી હતી અને તેને ખબર હતી કે બધા મરવાના છે. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર બીજા 10 જણાને આ વાતનો અંદાજ નહોતો કે પૂજામાં તેમના જીવ જતા રહેશે.

એક સભ્યએ બચવા માટે માર્યા હતા હવાતિયા

એક સભ્યએ બચવા માટે માર્યા હતા હવાતિયા

પોલિસનું માનવુ છે કે 11 માંથી એક સભ્યએ અંતિમ સમયમાં પોતાનો જીવ બચાવવાની કોશિશ કરી હતી. પોલિસનું કહેવુ છે કે ફોરેન્સિક એકસ્પર્ટના મંતવ્ય અનુસાર 50 વર્ષીય ભવનેશ ભાટિયાએ અંતિમ સમયમાં પોતાને બચાવવાની અસફળ કોશિશ કરી હતી. 50 વર્ષીય ભવનેશ મરવા ઈચ્છતો નહોતો અને મોતના ફંદામાંથી બચવા માટે તેણે પોતાને છોડાવવાની પણ કોશિશ કરી હતી પરંતુ અસફળ રહ્યો. પોલિસની અશંકાનું મુખ્ય કારણ એ છે કે તેના હાથ ઢીલા બાંધેલા હતા.

લલિત જ 11 મોતનો જવાબદાર

લલિત જ 11 મોતનો જવાબદાર

બુરાડીમાં 11 લોકોના મોતમાં સૌથી સંદિગ્ધ રોલ પરિવારના નાના પુત્ર લલિતનો માનવામાં આવી રહ્યો છે. ઘરેથી મળેલા રજિસ્ટર અને બીજી વસ્તુઓના આધારે આ મોતો પાછળ લલિતનું જ દિમાગ માનવામાં આવી રહ્યુ છે. 45 વર્ષીય લલિત ભાટિયા યૂટ્યુબ પર ભૂતોની વાર્તા જોવાનો શોખીન હતો. તે પોતાની અંદર પોતાના પિતાની આત્મા હોવાની વાત કહેવા લાગ્યો હતો. પોલિસનું માનવુ છે કે લલિત અને તેની પત્નીએ જ પરિવારના બીજા લોકોના હાથ પગ બાંધ્યા અને તેમને ફંદા સાથે લટકાવ્યા.

ગયા રવિવારે મળ્યા હતા ઘરમાંથી 11 મૃતદેહ

ગયા રવિવારે મળ્યા હતા ઘરમાંથી 11 મૃતદેહ

1 જુલાઈના રોજ રવિવારે પોલિસને બુરાડીના એક ઘરમાંથી 11 લોકોની લાશ મળી હતી. આમાં 77 વર્ષીય નારાયણ દેવી, તેમના બે પુત્રો 50 વર્ષીય ભવનેશ ભાટિયા અને 45 વર્ષીય લલિત ભાટિયા, તેમની પત્નીઓ સવિતા (48) અને ટીના (42), નારાયણ દેવીની પુત્રી પ્રતિભા (57), અને પાંચ દોહિત્રો-પૌત્રીઓ પ્રિયંકા (33), નીતૂ (25), મોનૂ (23), ધ્રુવ (15) અને શિવમ (15) હતા. આમાંથી 10 લાશો ઘરના ગ્રિલમાં લટકેલી હતી અને બધાના હાથ અને મોઢા પર પટ્ટી બાંધેલી હતી. વળી, નારાયણ દેવી રૂમમાં જમીન પર પડ્યા હતા.

English summary
burari death case Lalit bhatia was aware that all 11 member going to die
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X