For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુરાડી કાંડમાં નવા રિપોર્ટથી ખુલાસો, 11 લોકોએ નહોતી કરી આત્મહત્યા

દેશની રાજધાની દિલ્હીને હચમચાવી મૂકનાર બુરાડી કેસમાં હવે એક ખૂબ જ સનસનીખેજ ખુલાસો થયો છે.

|
Google Oneindia Gujarati News

દેશની રાજધાની દિલ્હીને હચમચાવી મૂકનાર બુરાડી કેસમાં હવે એક ખૂબ જ સનસનીખેજ ખુલાસો થયો છે. બુરાડીમાં એક જ પરિવારના 11 લોકોના મોત મામલે સામે આવેલા નવા રિપોર્ટમાં માલુમ પડ્યુ છે કે ભાટિયા પરિવારના કોઈ પણ સભ્યએ આત્મહત્યા કરી નથી. દિલ્હી પોલિસને શુક્રવારે પરિવારના 11 લોકોની મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી રિપોર્ટ મળ્યો જેના આધારે આ કેસમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. આ રિપોર્ટ પરિવારના 11 સભ્યોના મેડીકલ રેકોર્ડ, મોત પહેલા મૃતકોની માનસિક સ્થિતિ, પરિવારના બાકી સભ્યો અને મિત્રો સાથે પૂછપરછના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.

કેવી રીતે ગયા 11 લોકોના જીવ ?

કેવી રીતે ગયા 11 લોકોના જીવ ?

મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે કે 11 લોકોએ આત્મહત્યા નહોતી કરી પરંતુ એક ધાર્મિક અનુષ્ઠાનની પ્રક્રિયામાં દૂર્ઘટનાવશ બધાના જીવ ગયા હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે ભાટિયા પરિવારનો કોઈ પણ સભ્ય પોતાનો જીવ આપવા નહોતો માંગતો. પરિવારના બધા લોકો લલિતના કહેવા પર એક ધાર્મિક અનુષ્ઠાન કરી રહ્યા હતા જેમાં તેમને બિલકુલ અંદાજો નહોતો કે તેમના જીવ જતા રહેશે. અનુષ્ઠાન દરમિયાન જ દૂર્ઘટનાવશ પરિવારના 10 સભ્યોના મોત ફંદા પર લટકવાથી થયા.

આ પણ વાંચોઃદેવાની જાળમાં ફસાયા છે અમે, દેશ ચલાવવા માટે પૈસા નથીઃ ઈમરાન ખાનઆ પણ વાંચોઃદેવાની જાળમાં ફસાયા છે અમે, દેશ ચલાવવા માટે પૈસા નથીઃ ઈમરાન ખાન

કેમ કરાવવામાં આવી મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી

કેમ કરાવવામાં આવી મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી

દિલ્લી પોલિસના એક વરિષ્ઠ અધિકારીઓ જણાવ્યુ કે આ કેસમાં ઘરની અંદરથી મળેલા રજિસ્ટરો બાદ મૃતકોની મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રજિસ્ટરોથી એ તો પહેલેથી સ્પષ્ટ હતુ કે પરિવારના લોકોના જીવ અંધવિશ્વાસના કારણે ગયા છે પરંતુ તે આત્મહત્યા છે કે પછી દૂર્ઘટનાવશ મોત તેની પુષ્ટિ માટે મનૈવાજ્ઞાનિક ઓટોપ્સી કરાવવામાં આવી. રિપોર્ટ આવતા પહેલા આ મામલે સામૂહિક આત્મહત્યાનો મામલો માનવામાં આવી રહ્યો હતો.

લલિતે મોતની સાધના માટે કર્યા તૈયાર

લલિતે મોતની સાધના માટે કર્યા તૈયાર

પોલિસને આ સમગ્ર મામલે ઘટના સ્થળ પરથી જે રજિસ્ટર મળ્યા તેમાં એક ધાર્મિક સાધના વિશે લખવામાં આવ્યુ હતુ. રજિસ્ટરોમાં જે પ્રકારની ધાર્મિક સાધનાની વાતો લખવામાં આવી હતી, પરિવારના સભ્યોના મૃતદેહ પણ બિલકુલ એવી જ હાલતમાં મળ્યા. પોલિસની પ્રારંભિક તપાસમાં પણ એ જ વાત સામે આવી હતી કે પરિવારના નાના પુત્ર લલિતે આ સમગ્ર સાધના માટે પરિવારને તૈયાર કર્યો. પરિવારના બાકીના સભ્યો આ થિયરીને નકારીને આરોપ લગાવી રહ્યા હતા કે કોઈ બહારના વ્યક્તિએ આવીને આ ઘટનનાને અંજામ આપ્યો છે.

આ પણ વાંચોઃચિદમ્બરમની વાતોથી સંમત છુ કે રૂપિયો ગગડવો વધુ ખરાબ નથીઃ મનોજ લાડવાઆ પણ વાંચોઃચિદમ્બરમની વાતોથી સંમત છુ કે રૂપિયો ગગડવો વધુ ખરાબ નથીઃ મનોજ લાડવા

English summary
Burari Death Case: Psychological Autopsy Report Reveals New Facts About Burari Case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X