For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

11 મૃત્યુના રહસ્ય વચ્ચે ઘરમાં મળ્યું ત્રીજું રજીસ્ટર, ચોંકાવનારા રહસ્ય

દેશની રાજધાની દિલ્હીમાં હચમચાવી નાખે તેવા બુરાડીમાં 11 લોકોની મૌતનો કેસ ક્રાઇમ બ્રાન્ચની તપાસ રહસ્ય અને અંધવિશ્વાસની કહાનીમાં અટવાઈ ગયી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દેશની રાજધાની દિલ્હીમાં હચમચાવી નાખે તેવા બુરાડીમાં 11 લોકોની મૌતનો કેસ ક્રાઇમ બ્રાન્ચની તપાસ રહસ્ય અને અંધવિશ્વાસની કહાનીમાં અટવાઈ ગયી છે. પહેલા ઘરમાંથી મળેલા મોક્ષના રજીસ્ટર પછી, ઘરની બહારની દીવાલ પર 11 પાઇપ, ત્યારપછી ઘરની અંદર 11 ગ્રીલ, 11 રેલિંગ અને 11 બારીઓ પછી પોલીસની જાંચ ટીમની ઘરની અંદર વધુ એક રજીસ્ટર મળ્યું છે. આ ત્રીજા રજીસ્ટરમાં કેટલીક એવી ધાર્મિક બાબતો લખવામાં આવી છે, જેથી આ કેસમાં ખુબ જ ચોંકાવી નાખે તેવા ખુલાસા થયા છે.

રજીસ્ટરમાં લખ્યું છે કે અમારા ઘરમાં જ શક્તિ છે

રજીસ્ટરમાં લખ્યું છે કે અમારા ઘરમાં જ શક્તિ છે

મંગળવારે ઘરની જાંચ કરવા માટે જયારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી ત્યારે ઘરની અંદર ત્રીજું રજીસ્ટર મળ્યું. આ ત્રીજા રજીસ્ટરમાં લખ્યું હતું કે ઘરમાં ભગવાનની કૃપા સ્વયં આવી રહી છે, શક્તિ અમારા ઘરમાં જ છે, તો પછી પરિવારના લોકો બહાર કેમ જાય છે? ઘરમાં કામ અટવાઈ ગયા છે તેનું કારણ શુ છે? ભગવાનની મરજી હશે તો અમારી જૂની દુકાન ફરી નવી થઇ જશે. ઘરના લોકો કામ બેદરકારીપૂર્વક કરે છે, જેના સમાધાન માટે બડ પૂજા કરવી પડશે.

ત્રીજા રજીસ્ટરની હેન્ડ રાઇટિંગ એક

ત્રીજા રજીસ્ટરની હેન્ડ રાઇટિંગ એક

પોલીસ મુજબ આ ત્રીજા રજીસ્ટરની હેન્ડ રાઇટિંગ પહેલા મળેલા બંને રજીસ્ટરની રાઇટિંગ સાથે મળતી આવે છે. પોલીસનું માનવું છે કે આ રજીસ્ટરમાં પણ લલિતે જ લખ્યું છે. આ રજીસ્ટરના બધા જ પેજ પર ધાર્મિક અને અનુસ્ટાન સાથે જોડાયેલી બાબતો લખવામાં આવી છે. તેમાં પિતા સાથે થયેલી વાતો વિશે પણ જણાવ્યું છે. પોલીસનું કહેવું છે કે રજીસ્ટરમાં લખેલી વાતો આ બાબત તરફ ઈશારો કરે છે કે મૃતક પરિવાર કોઈ બાબા અથવા પંથમાં વિશ્વાસ રાખતો ના હતો.

સાધના માટે શનિવારનો દિવસ પસંદ કર્યો

સાધના માટે શનિવારનો દિવસ પસંદ કર્યો

રજીસ્ટરમાં લખ્યું હતું કે સાધના મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર કોઈ પણ દિવસે કરી શકાય છે. શનિવારને સૌથી સારો દિવસ માનવામાં આવ્યો છે અને રજીસ્ટરમાં લખ્યું છે કે તે સૌથી ઉચિત દિવસ છે. પોલીસનું હાલનું માનવું છે કે રજીસ્ટરમાં લલિતની રાઇટિંગ છે.

રાત્રે 1 વાગ્યા પછી સાધના

રાત્રે 1 વાગ્યા પછી સાધના

રજીસ્ટરમાં લખ્યું હતું કે શનિવારે રાત્રે 1 વાગ્યા પછી સાધના કરવામાં આવશે. સાધના પહેલા નાહવાનું નથી, ફક્ત હાથ અને પગ ધોઈને બેસવાનું છે. ત્યારપછી બધા પોતાના હાથ અને પગ જાતે બાંધશે. વૃદ્ધ માતા વિશે જણાવવામાં આવ્યું કે સાધના માટે તેઓ સ્ટૂલ પર નહીં ચઢી શકે અને વધારે સમય ઉભા પણ નહીં રહી શકે. એટલા માટે તેમની સાધના બીજા રૂમમાં થશે.

બધા મોબાઈલ મંદિર પાસે રાખો

બધા મોબાઈલ મંદિર પાસે રાખો

સાધના પહેલા બધાએ મોબાઈલ સાઇલેન્ટ મોડમાં રાખીને મંદિર પાસે મૂકી દીધા. સાધના સમયે ગળામાં બાંધવા માટે કોણે કઈ ચુનરીનો ઉપયોગ કરવાનો છે તેના વિશે પણ રજીસ્ટરમાં લખ્યું હતું. સાધના સમયે કોઈને પણ ચહેરા પર ડર નહીં હોવો જોઈએ એટલા માટે આંખ અને કાન બંધ કરવા પડશે. મોક્ષ મેળવવા માટે જીવન ત્યાગનું કષ્ટ સહન કરવું પડશે. રજીસ્ટરમાં લખ્યું હતું કે બધા જ લોકો ફાંસી લગાવી લેશે તો ભગવાન પ્રગટ થશે અને બધાને બચાવી લેશે.

રવિવારે સવારે તે રીતે જ લટકતી મળી લાશો

રવિવારે સવારે તે રીતે જ લટકતી મળી લાશો

વૃદ્ધ માતાની સાધના બીજા રૂમમાં કરાવવામાં આવી એટલે કે તેમને ગળું દબાવીને મારવામાં આવ્યા. બાકીના 10 લોકો ઘ્વારા ચુનરી અને સાડીના સહારે ફાંસી લગાવી. લલિત અને તેની પત્ની સિવાય બાકી બધાના હાથ અને પગ બંધાયેલા હતા. પોલીસનું કહેવું છે કે લલિત અને તેની પત્નીએ બધાને ફાંસી પર લટકાવ્યા અને પછી જાતે પણ ફાંસી પર લટકી ગયા. બની શકે છે કે સાધનાની આડમાં કોઈ મોટું ષડયંત્ર રચાયું હોય. પોલીસ તેની પણ તપાસ કરી રહી છે.

English summary
Burari Death Case: Third Register Found in House Where 11 People Dead, Reveals Chilling Revelation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X