For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુરાડી કાંડઃ કિન્નર ગુડ્ડીએ ખોલ્યો 11 મોતનો સૌથી મોટો રાઝ

બુરાડી કાંડમાં એક કિન્નરે એક રાઝ ખોલ્યો છે જે આને ઉકેલવામાં મદદરૂપ થઈ શકે છે. કિન્નરનું નામ ગુડ્ડી યાદવ છે અને તેણે એબીપી ન્યૂઝ સાથે વાતચીત કરી છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 લોકોને એક સાથે ફાંસી લગાવીને મર્યાને 11 દિવસ વીતી ચૂક્યા છે. પોલિસ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય સુધી પહોંચી શકી નથી. રોજેરોજ કોઈ નવા ખુલાસા થઈ રહ્યા છે અને મોતના કારણો પર રહસ્ય વધુને વધુ ઘેરુ થઈ રહ્યુ છે. આ જ કડીમાં એક કિન્નરે એક રાઝ ખોલ્યો છે જે આને ઉકેલવામાં મદદરૂપ થઈ શકે છે. કિન્નરનું નામ ગુડ્ડી યાદવ છે અને તેણે એબીપી ન્યૂઝ સાથે વાતચીત કરી છે. કિન્નર ગુડ્ડીને એ વાતનો અફસોસ છે કે તે ભાટિયા પરિવારને ફાંસી પર લટકવાથી બચાવી ન શકી. વળી, બીજી તરફ એ જ કિન્નર આખા વિસ્તારમાં પ્રસાદ વહેંચી રહી છે. આવો તમને વિસ્તારથી જણાવીએ શું છે બુરાડી કાંડમાં કિન્નર ગુડ્ડીનું કનેક્શન અને કયા કયા રાઝ તેનામાં દફન છે.

શું છે ભાટિયા પરિવાર સાથે કિન્નર ગુડ્ડીનું કનેક્શન

શું છે ભાટિયા પરિવાર સાથે કિન્નર ગુડ્ડીનું કનેક્શન

કિન્નર ગુડ્ડી યાદવ તે વિસ્તારના કિન્નર સમાજની મુખિયા છે. તે દરેક પ્રસંગે ભાટિયા પરિવારના ઘરે જતી હતી. જાદૂટોણામાં વિશ્વાસ રાખનાર ભાટિયા પરિવારને ગુડ્ડી પ્રસાદ આપતી હતી. તે દર મંગળવારે મરઘટ બાબાની મઝાર પર જતી હતી અને ત્યાંથી પ્રસાદ લેતી હતી. ગુડ્ડી આવુ લલિત ભાટિયાની મા નારાયણ દેવીના કહેવા પર કરતી હતી.

કિન્નર ગુડ્ડીએ ખોલ્યા મોટા રાઝ

કિન્નર ગુડ્ડીએ ખોલ્યા મોટા રાઝ

કિન્નર ગુડ્ડીએ કહ્યુ કે લલિતના પિતાના મૃત્યુ બાદ નારાયણી દેવીને એવુ લાગતુ હતુ કે લલિત ઉપર પિતાની આત્મા છે. ગુડ્ડીએ જણાવ્યુ કે નારાયણી દેવી ઈચ્છતી હતી કે લલિત સાજો થઈ જાય અને એટલા માટે તેમણે ઝાડ-ફૂંકની વાત કરી હતી. ગુડ્ડીએ એ પણ જણાવ્યુ કે પ્રિયંકાના લગ્ન માટે પણ નારાયણી દેવીએ દુઆ માંગવા માટે કહ્યુ હતુ અને ઘરમાં ચોખાનો છંટકાવ પણ કરાવ્યો હતો.

પરિવાર આવતી દિવાળી નહિ જોઈ શકે

પરિવાર આવતી દિવાળી નહિ જોઈ શકે

પરિવારમાંથી પ્રાપ્ત રજિસ્ટરમાં ‘ભટકતી આત્મા' નો ઉલ્લેખ છે. તેમાં સાથે આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે કે પરિવાર આવતી દિવાળી નહિ જોઈ શકે. પોલિસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે મૃતકોમાંથી એક લલિતના શરીરમાં કથિત રીતે તેના પિતાની આત્મા આવતી હતી અને ત્યારબાદ તે પોતાના પિતાની જેમ હરકતો કરતો હતો અને નોટ લખાવ્યા કરતો હતો. રજિસ્ટરમાં 11 નવેમ્બર, 2017 ની તારીખમાં લલિતે પરિવારના ‘કંઈક મેળવવા' માં અસફળ રહેવા માટે ‘કોઈની ભૂલ' નો ઉલ્લેખ છે. તેમાં કહેવામાં આવ્યુ છે, "ધનતેરસ આવીને જતી રહી. કોઈની ‘જૂની ભૂલ' ના કારણે ‘કંઈક મેળવવા' થી દૂર છો. આવતી દિવાળી નહિ મનાવી શકો. ચેતવણીને નજરઅંદાજ કરવાના બદલે ધ્યાન આપો."

મૃતકોની ઓળખ

મૃતકોની ઓળખ

મૃતકોની ઓળખ નારાયણી દેવી (77), તેમની પુત્રી પ્રતિભા (57) અને બે પુત્રો ભાવનેશ (50) અને લલિત ભાટિયા (45) રૂપે થઈ છે. ભાવનેશની પત્ની સવિતા (48) અને તેના ત્રણ બાળકો મીનુ (23), નિધિ (25) અને ધ્રૂવ (15), લલિત ભાટિયાની પત્ની ટીના (42) અને તેમનો 15 વર્ષનો પુત્ર શિવમ, પ્રતિભાની પુત્રી પ્રિયંકા (33) પણ મૃત હાલતમાં મળી આવ્યા. પ્રિયંકાની ગયા મહિને સગાઈ થઈ હતી અને આ વર્ષના અંત સુધીમાં તેના લગ્ન થવાના હતા.

English summary
Burari deaths: Kinnar Guddi Yadav reveals shocking facts about Lalit Bhatia and his family.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X