For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યોતિષની સલાહ પર ડ્રાઈવરે કલાક મોડી ચલાવી બસ, બોલ્યો- નહિતર 15ના મોત થાત

જ્યોતિષે બસ ડ્રાઈવરને આપી એક સલાહ, 15 લોકોના જીવ બચી ગયા

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ કર્ણાટકના બેંગ્લોરમાં એખ અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. બેંગ્લોરમાં બીએમટીસીના એક ડ્રાઈવરે બસને માત્ર એટલા માટે એક કલાક મોડી ચલાવી કેમ કે જ્યોતિષે તેને આવું કરવા માટે કહ્યું હતું. ડ્રાઈવરે કલાક સુધી બસને ડિપોમાં જ ઉભી રાખી દીધી અને પછી સમય થયા બાદ જ પ્રવાસીઓને લઈને રવાના થયો હતો. બસ મોડી થતાં પ્રવાસીઓએ અધિકારીઓને ફરિયાદ કરી હતી, જે બાદ આ મામલે ડ્રાઈવરને સ્પષ્ટતા કરવા કહ્યું હતું. ડ્રાઈવરે જવાબમાં કહ્યું કે જ્યોતિષે તેને કહ્યું હતું કે જો બસ સમયસર નિકળશે તો યાત્રીઓનાં મૃત્યુ થઈ જશે.

બેંગ્લોરની ઘટના

બેંગ્લોરની ઘટના

બેંગ્લોરમાં મંગળવારે એક બસ ડ્રાઈવર ચર્ચાનો વિષય બની ગયો હતો. બેંગ્લોર મહાનગર પરિવહન નિગમના ડ્રાઈવર યોગેશ ગૌડાની ડ્યૂટી શહેરના રૂટ નંબર 45જે પર લાગી હતી. મંગળવારે સવારે 6.15 વાગ્યે યોગેશે મેજિસ્ટિક બસ સ્ટેશને જવા માટે બસ લઈને નિકળવાનું હતું, પરંતુ તેણે એવું ન કર્યું. યોગેશ બસ સ્ટેશન તો પહોંચ્યો, પરંતુ યોગેશે બસ સ્ટેશન પર સવા કલાક સુધી બસ ઉભી રાખી દીધી હતી. ડ્રાઈવરની આ હરકતથી પરેશાન થઈ પ્રવાસીઓએ ઉપરી અધિકારીને ફરિયાદ કરી હતી.

બસ મોડી ચાલુ કરી

બસ મોડી ચાલુ કરી

6.15 વાગ્યે નિકળવાને બદલે યોગેશ બસને 7.25 વાગ્યે લઈને નિકળ્યો. યોગેશે કહ્યું કે જ્યોતિષના કહેવા પર તેણે આવું કર્યું. યોગેશે જણાવ્યું કે જ્યોતિષે તેને કહ્યું હતું કે 31 ઓગસ્ટે જો તે ડિપોથી સમયસર નિકળશે તો રાહુ કાળને કારણે 15 યાત્રીઓનાં મોત થઈ જશે.

જાણો ડ્રાઈવરે શું કહ્યું

જાણો ડ્રાઈવરે શું કહ્યું

માટે યોગેશે બીએટીસીને બદલે યાત્રીઓની જાન સુરક્ષિત કરવાનો ફેસલો કર્યો. યોગેશ વિરુદ્ધ તપાસ થઈ રહી છે. યોગેશે બસ મોડી ચાલુ કરતાં ગાડીના ઓછા ફેરા લાગ્યા અને તેને કારણે બીએમટીસીને નુકસાન થયું. બચાવમાં યોગેશે કહ્યું કે નગર નિગમ પણ બસ અને યાત્રીઓની સુરક્ષા માટે પૂજા-પાઠ કરાવે છે. આવી રીતે પોતાની આસ્થાને માનતાં તેણે જ્યોતિષની વાત પર વિશ્વાસ કર્યો હતો.

કાશીમાં લાગ્યા પોસ્ટર, ‘ગુજરાતીઓ સે બેર નહિ, અલ્પેશ ઠાકોર તેરી ખેર નહિ'કાશીમાં લાગ્યા પોસ્ટર, ‘ગુજરાતીઓ સે બેર નહિ, અલ્પેશ ઠાકોર તેરી ખેર નહિ'

English summary
Bus Driver In Bengaluru Denied Duty On Time After An Astrologer Has Asked Him To Do.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X