• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શિંદેનું ફરમાન, કાળા કાચ અને પડદાવાળી બસો થશે જપ્ત

By Super
|
sushil shinde
નવી દિલ્હી, 19 ડિસેમ્બરઃ દિલ્હીમાં ચાલતી બસમાં સામુહિક બળાત્કારના મામલે આજે દિલ્હી પોલીસ કમિશનરને મળ્યા બાદ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ રાજ્યસભામાં કહ્યું છે કે સરકારે તમામ પ્રકારના કોમર્શિયલ વાહનો માટે ગાઇડ લાઇન્સ નક્કી કરી છે. બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે કાળીપટ્ટીવાળા કોમર્શિયલ વાહનો પર કાર્યવાહી કરવામાં આવે અને તેમને જપ્ત કરવામાં આવે. સાથે કોંટ્રાક્ટ કંડિશન તોડનારા વાહનોના લાઇસન્સ રદ કરવામાં આવે. સાથે દિલ્હીમાં પીસીઆઇ ફ્લીટ વધારવામાં આવશે.

ગૃહમંત્રી શિંદેએ રાજ્યસભામાં જણાવ્યું કે સરકારે નિર્ણય કર્યો છે કે પોલીસ ટીમ, એક નિશ્ચિત અંતરાલ પર એક લેડી આઇપીએસ અધિકારી સાથે મેડિકલ કંડીશનની જાણકારી મેળવવા માટે હોસ્પિટલે જાય. તેમણે રાજ્યસભામાં ઉપસભાપતિના માધ્યમથી સદનમાં જણાવ્યું કે પોલીસ અધિકારીઓ સાથે વાતચીતમાં કહ્યું છે કે નિર્ણય કરવામાં આવ્યો છે કે ટૂંક સમયમાં કોમર્શિયલ ગાડીઓમાં કે જેમના કાચમાં કાળીપટ્ટી અને પડદા લગાવવામાં આવ્યા છે તે અંગે કાર્યવાહી કરી જપ્ત કરવામાં આવે છે.

તમામ કોમર્શિયલ ગાડીઓને નિર્દશ આપવામાં આવ્યો છે કે રાત્રે માર્ગો પર ચાલતી બસોમાં અંદર લાઇટ ચાલૂ રાખવામાં આવે. તમામ બસો અને વાહનોને માલિકોને ત્યાં પાર્ક કરવામાં આવે. બસના ડ્રાઇવર કે કંડક્ટર પાસે નહીં. જે બસો કે વાહનો કોમર્શિયલ કેરિઝ કાયદાનું પાલન નહીં કરે તેમના લાઇસન્સ રદ કરવામાં આવશે. જો પરમીટ કંડિશનનું પણ પાલન નહીં કરવામાં આવે તો તેમના પર કાર્યવાહી કરતા જપ્ત કરવામાં આવશે અને તેમના પરમીટ રદ કરવામાં આવશે.

English summary
Shinde in the Rajya Sabha directed all public transport buses to run without tinted glasses, curtains and explained others means to improve security for women in the national capital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more