
By Election Result 2022 : રાજેન્દ્ર નગર વિધાનસભા બેઠક પર AAPની જીત
By Election Result 2022 : આમ આદમી પાર્ટીના ઉમેદવાર દુર્ગેશ પાઠકે 23 જૂને યોજાયેલી દિલ્હીની રાજેન્દ્ર નગર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, આ જીત આમ આદમી પાર્ટી માટે મોટી માનવામાં આવે છે.

દુર્ગેશ પાઠકનો 11,555 મતોથી વિજય થયો
રાજેન્દ્ર નગરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર દુર્ગેશ પાઠક 11,555 મતોથી જીત્યા છે. પ્રારંભિક મતગણતરીમાં ભાજપે આમ આદમી પાર્ટીને જોરદાર ટક્કર આપી હતી, પરંતુ મતગણતરીના ત્રણથી ચાર રાઉન્ડ બાદ પણ આમ આદમી પાર્ટીની લીડ રહી હતી, ત્યારબાદરાજેન્દ્ર નગર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે, હવે નવા ધારાસભ્ય દુર્ગેશ પાઠક રહેશે.

આ પહેલા રાઘવ ચઢ્ઢા ધારાસભ્ય હતા
દુર્ગેશ પાઠક પહેલા આ સીટ પર રાઘવ ચઢ્ઢા ધારાસભ્ય હતા, જે હવે પંજાબથી રાજ્યસભાના સાંસદ બન્યા છે. રાઘવે આ સીટ ખાલી કર્યાબાદ 23 જૂનના રોજ અહીં પેટા ચૂંટણી યોજાઈ હતી.

અરવિંદ કેજરીવાલે આ સીટ જીતવા માટે તમામ તાકાત લગાવી
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ સીટ જીતવા માટે તમામ તાકાત લગાવી દીધીહતી. તેમના તમામ મંત્રીઓ કેજરીવાલ સાથે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા.
અરવિંદ કેજરીવાલે પોતે રાજેન્દ્ર નગર વિધાનસભા સીટ પરલગભગ 3 દિવસ પ્રચાર કર્યો હતો અને લોકોને આ સીટ આમ આદમી પાર્ટીને જીતાડવાની અપીલ કરી હતી, જેથી કરીને અહીં વિકાસનાકામ થઈ શકે.