By election 2020: ગુજરાતની 8 સીટ સહિત દેશના 10 રાજ્યોમાં 54 સીટો પર મતદાન
By election 2020: ગુજરાતમાં વિધાનસભાની 8 સીટ સહિત 10 રાજ્યોમાં પણ પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યુ છે. મંગળવારે 3 નવેમ્બરે મધ્ય પ્રદેશની 28 સીટો સહિત દેશના 10 રાજ્યોની 54 વિધાનસભા સીટો માટે મત આપવામાં આવ રહ્યા છે. બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનુ મતદાન થઈ રહ્યુ છે. ઉત્તર પ્રદેશની 7 સીટ, ઝારખંડ, કર્ણાટક, ઓરિસ્સા, નાગાલેન્ડની બે સીટો પર વોટિંગ છે. આ સાથે જ છત્તીસગઢ, તેલંગાના અને હરિયાણામાં એક-એક સીટ પર આજે મતદાન થઈ રહ્યુ છે.
Gujarat By election: કઈ કઈ સીટો પર મતદાન
ગુજરાતમાં આજે 8 વિધાનસભા સીટો પર મતદાન છે. કરજણ, ડાંગ, કપરાડા, મોરબી, ધારી, ગઢડા, અબડાસા અને લિંબડી. આ 8 સીટો પર આજે ભાજપની કોંગ્રેસ સાથે ટક્કર છે.
Madhya Pradesh By election: કઈ કઈ સીટો પર મતદાન
મધ્ય પ્રદેશમાં આજે 28 વિધાનસભા સીટો પર મતદાન છે. મધ્ય પ્રદેશની પેટા ચૂંટણી ઘણી મહત્વની છે. ચૂંટણીના પરિણામો પર શિવરાજ સિંહ ચૌહાણની સરકારના ભવિષ્ય ટકેલુ છે. મધ્યપ્રદેશમાં આજે ગ્વાલિયર, મુરેના, ગ્વાલિયર પૂર્વ, સુમાવલી, કરેરા, મુંગાવલી, ગોહદ, દિમની, જોરા, ડબરા, બમોરી, અશોક નગર, અમ્બાહ, પોહારી, ભાંડેર, હાટપિપલ્યા, નેપાનગર, સાંચી, મલહરા, સુરખી, અનૂપપુુર, બ્યાવરા, આગર, બદનાવર, સુવાસરા, માન્ધાતા, સાંવેર સીટો પર મતદાન છે.
Uttar Pradesh By election:કઈ કઈ સીટો પર મતદાન
ઉત્તર પ્રદેશમાં આજે 7 વિધાનસભા સીટો પર મતદાન છે. દેવરિયા સદર, જોનપુરની મલ્હની સીટ, અમરોહાની નોગવાં સાદાત, ઉન્નાવમાં બાંગરમઉ, કાનપુરના ઘાટમપુર, બુલંદશહર, ફિરોઝાબાદના ટુંડલા આ બધી સીટો પર ભાજપનો સીધો મુકાબલો સમાજવાદી પાર્ટી સાથે છે.
જાણો અન્ય રાજ્યોની સ્થિતિ
ઝારખંડમાં બે સીટો પર પેટાચૂંટણી થઈ રહી છે - દુમકા અને બેરમો.
કર્ણાટકમાં બે સીટો પર પેટાચૂંટણી થઈ રહી છે - સિરા અને રાજારાજેશ્વરીનગર.
મણિપુરમાં બે સીટો પર પેટા ચૂંટણી થઈ રહી છે - લિલોંગ, વાંગજિંગ ઠેંઠા
ઓરિસ્સામાં બે સીટો પર પેટાચૂંટણી થઈ રહી છે - બાલાસોર, તિરતોલ
નાગાલેન્ડમાં બે સીટો પર પેટાચૂંટણી થઈ રહી છે - દક્ષિણી અંગામી, પુંગરો કિફિરે
છત્તીસગઢમાં એક સીટ મરવાહી પર પેટાચૂંટણી છે.
તેલંગાનાની દુબ્બક સીટ પર પેટાચૂંટણી છે.
આજે બિહારમાં બીજા તબક્કાનું મતદાન અને ગુજરાતમાં 8 સીટ પર પેટા ચૂંટણી