For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૈરાનાથી નક્કી થશે, 2019માં ભાજપ સામે કેટલુ મજબૂત રહેશે મહાગઠબંધન

ઉત્તરપ્રદેશની કૈરાના લોકસભા સીટ અને નૂરપુર વિધાનસભા સીટ પર સંપન્ન થયેલ મતદાન બાદ મતગણતરી થઈ રહી છે. સત્તાધારી દળ ભાજપ માટે આ બંને સીટો મહત્વની છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશની કૈરાના લોકસભા સીટ અને નૂરપુર વિધાનસભા સીટ પર સંપન્ન થયેલ મતદાન બાદ મતગણતરી થઈ રહી છે. સત્તાધારી દળ ભાજપ માટે આ બંને સીટો મહત્વની છે. વળી, કૈરાના માટે કંઈક વધારે જ ગણગણાટ સાંભળવા મળ્યો છે. આજે આવનારા ચૂંટણી પરિણામો વચ્ચે બધાની નજર ભાજપ સામે એક થયેલા વિપક્ષ પર પણ હશે.

cm

સમાજવાદી પક્ષ અને બસપાએ જે રીતે મળીને ફૂલપુર અને ગોરખપુરમાં ભાજપને મ્હાત આપી તે બાદ વિપક્ષનું મનોબળ જરૂર વધ્યુ છે. જ્યારે યોગી આદિત્યનાથના નેતૃત્વમાં યુપીમાં ભાજપ વધુ એક હાર ઝેલવા નહિ ઈચ્છે.

કૈરાનામાં રાલોદ-ભાજપ વચ્ચે જંગ

કૈરાનામાં રાલોદ-ભાજપ વચ્ચે જંગ

કૈરાનામાં રાલોદ ઉમેદવાર તબસ્સુમ હસનને સમાજવાદી પક્ષ, કોંગ્રેસ અને બસપાનું સમર્થન મળેલ હતુ. આ ત્રણેય પક્ષોએ પોતાના ઉમેદવાર આ ચૂંટણીમા ઉતાર્યા નહિ અને ભાજપ સામે એક ઉમેદવાર માટે પક્ષમાં પોતાનું જોર લગાવ્યુ. જ્યારે ભાજપે દિવંગત પૂર્વ સાંસદ હુકુમ સિંહની પુત્રી મૃગાંકા સિંહને ટિકિટ આપીને મુકાબલો રસપ્રદ બનાવી દીધો.

ભાજપ હિંદુ વસ્તીને સાધી રહી છે

ભાજપ હિંદુ વસ્તીને સાધી રહી છે

કૈરાનામાં મુસ્લિમ મત ઘણા મહત્વ ધરાવે છે અને ગઠબંધનને આશા છે કે મુસ્લિમો તેમના પક્ષમાં મત આપશે. 16 લાખ મતદારોમાંથી 6 લાખ મતદારો આ સંસદીય સીટ પર ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. બીજી તરફ ભાજપ ગુર્જર, જાટ, સૈની, કશ્યપ અને દલિત મતોને પોતાના પક્ષમાં કરવાની કોશિશ કરતી રહી છે. ભાજપ હિંદુ વસ્તીને સાધી રહી છે જેથી ધ્રુવીકરણનો લાભ લઈ શકે.

ભાજપ સામે તૈયાર થઈ રહ્યુ છે મહાગઠબંધન

ભાજપ સામે તૈયાર થઈ રહ્યુ છે મહાગઠબંધન

કૈરાનામાં થઈ રહેલ ચૂંટણીને 2019 લોકસભા ચૂંટણી પહેલા લાંબી લડાઈ રૂપે પણ જોવામાં આવી રહ્યુ છે. જો અહીં રાલોદ ઉમેદવાર જીતી જાય તો એક મોટો સંદેશ જશે કે વિપક્ષી દળોને સાથે લઈને ભાજપને નબળુ કરી શકાય છે અને એવામાં ભાજપ માટે આ ત્રીજી હાર હશે. તમને જણાવી દઈએ કે ભાજપે અગાઉ લોકસભા ચૂંટણીમાં કૈરાનામાં 2.5 લાખ મતોથી ભારે જીત મેળવી હતી.

English summary
by polls 2018 at test is the strength the joint opposition in uttar pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X