પેટાચૂંટણી: ભાજપની બલ્લે બલ્લે પણ ઇવીએમ દુખી છે!

Posted By:
Subscribe to Oneindia News

8 રાજ્યોની 10 વિધાનસભા સીટો પર હાલ ચાલી રહ્યી છે પેટા ચૂંટણીઓ. જો કે સાંજ સુધીમાં આ અંગે ચિત્ર સ્પષ્ટ થઇ જશે પણ હાલ જે પરિણામો આવ્યા તે મુજબ ભાજપ 4 સીટો પર જીતી ચૂક્યું છે અને બે સીટો પર આગળ છે. જો કે એક તરફ ભાજપની શાનદાર જીત થઇ રહી છે ત્યાં જ ઇવીએમને લઇને વિવાદ શમ્યો નથી. જે જે લોકો હાર્યા છે તે તમામ ઇવીએમને દોષ આપી રહ્યા છે. હિમાચલ પ્રદેશની ભોરંજ સીટ પર ભાજપના ઉમેદવારની જીત થઇ છે.

Read also:શું માયા કોડનાની બચાવવા અમિત શાહ આવશે?

તો દિલ્હી અને અસમમાં પણ ભાજપની શાનદાર જીત થઇ છે. સાથે જ રાજસ્થાનમાં પણ ભાજપ આવ્યું છે. આ આ પેટાચૂંટણીમાં ભાજપનું પલડું ભારે છે. જો કે દિલ્હીના રાજૌરી ગાર્ડન સીટ પર આમ આદમી પાર્ટીની હારે, આપને જોરદાર ઝટકો આપ્યો છે.

કોંગ્રેસ મુક્ત ભારતનો સંદેશ?

કોંગ્રેસ મુક્ત ભારતનો સંદેશ?

હિમાચલ પ્રદેશની પેટાચૂંટણીમાં સત્તારૂઢ કોંગ્રેસ પાર્ટીને શર્મનાક હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપને ઉમેદવાર ડૉ. અનિલ ઘીમાને કોંગ્રેસના ઉમેદવાર પ્રોમિલા દેવીને આઠ હજારથી પણ વધુ મતોને હાર આપી છે. ભોરંજમાં કમળની આ જીતેથી વધુ એક રાજ્યમાંથી ભાજપ કોંગ્રેસ મુક્ત કરવામાં સફળ ગયું છે તે રીતે જોવામાં આવે છે.

દિલ્હી

દિલ્હી

જો કે દિલ્હીના રાજૌરી ગાર્ડન વિધાનસભા સીટ પર બીજેપી અકાળી ગઠબંધનના ઉમેદવાર મનજિંદર સિંહ સિરસાને ભારે બહુમત સાથે જીત મળી છે. બીજા નંબર પર કોંગ્રેસ અને ત્રીજા નંબરે આપ આપ્યું છે. આમ, આમ આદમી પાર્ટીને આ પેટાચૂંટણીએ જોરનો ઝટકો લગાવ્યો છે. એટલું જ નહીં સોશ્યલ મીડિયામાં પણ આ અંગે રમૂજી ટ્વીટ શરૂ થઇ ગયા છે.

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ

તો પશ્ચિમ બંગાળની કાંઠી દક્ષિણ સીટ પર તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાદ બપોરના પરિણામો આવ્યા ત્યાં સુધી આગળ છે. કર્ણાટકમાં પણ બે વિધાનસભાની સીટો પર કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે. એક સીટ પર કોંગ્રેસે જીત મેળવી લીધી છે. અને બીજી સીટ પર બપોરના પરિણામો મુજબ તે આગળ છે.

ભાજપને ફાયદો

ભાજપને ફાયદો

નોંધનીય છે કે ઉત્તર પ્રદેશની જીત પછી ભાજપની આ વિધાનસભાની પેટાચૂંટણીઓની જીત પણ આવનારા સમયમાં થનારી ત્રણ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને મદદ કરશે. મોદી લહેરનો ફાયદો જે રીતે અત્યાર સુધીની ચૂંટણીમાં જોવા મળ્યો છે. તે આ પરિણામો પછી આવનારી ચૂંટણીમાં પણ ભાજપની લહેર ફેલાવવામાં મદદ કરશે.

ઇવીએમ દુખી!

ઇવીએમ દુખી!

જો કે એક બાજુ જ્યાં ભાજપની મોટા પ્રમાણમાં જીત થઇ છે. ત્યાં જ આ તમામ જીતનો યશ ઇવીએમ મશીન હાલ ખાઇ રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો હાલ સોશ્યલ મીડિયા પર ઇવીએમ મશીન અને કેજરીવાલે ધૂમ મચાવી છે. તમામ લોકો આ પર રસપ્રદ કમેન્ટ કરી રહ્યા છે.

ટેમ્પર્ડ ઇવીએમ

ટેમ્પર્ડ ઇવીએમ

સોશ્યલ મીડિયા પર લોકો ટેમ્પર્ડ ઇવીએમ, રાજૌરી ગાર્ડન જેવા હેશટેગ સાથે કેજીરીવાલ પર ટિપ્પણી કરી રહ્યા છે. જે તમામ લોકો માટે રમૂજનું કારણ બની રહી છે. જો કે રાજૌરીની હાર પછી મનીષ સિસોદિયાએ હારની સ્વીકારતા આવનારા સમયમાં પાર્ટી દિલ્હીમાં વધુ મહેનત કરશે પોતાની જીત માટે તેવું જણાવ્યું હતું.

English summary
Bypoll election results: 10 assembly seats and 1 loksabha seat. Know all about it here.
Please Wait while comments are loading...