For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌથી મોટા પરિવહન વિમાનના આગમનથી વધશે ભારતીય વાયુદળની શક્તિ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર: છેલ્લા ઘણા સમયથી ભારતના સરહદી પ્રશ્નોએ માઠું ઉચક્યું છે. અવારનવાર પાડોશી દેશો નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન અને ઘુસણખોરી કર્યા કરે છે. જેના પગલે સરહદ પર સૈનિકો અને ટેંકો અને ઉપકરણોને ઝડપથી પહોંચાડવાની ભારતીય વાયુદળની ક્ષમતાને મજબૂતી આપવાના ઉદ્દેશ્યથી રક્ષા મંત્રી એ.કે. એંટની સોમવારે સૌથી મોટા 70 ટનના સી-17 પરિવહન વિમાનને હિંડન હવાઇ મથક પર આજે વાયુદળમાં સમાવેશ કરવામાં આવશે.

ભારતીય વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકા પાસેથી ખરીદવામાં આવેલા વિમાનને રક્ષામંત્રી ઔપચારીક રીતે સેનામાં સામેલ કરશે. અમેરિકન સી-17માં લગભગ 80 ટનની ક્ષમતા અને 150 તૈયાર સૈનિકોને લઇ જવાની ક્ષમતા છે. આ વિમાન રશિયાના આઇએલ-76નું સ્થાન લેશે જે અત્યાર સુધી વાયુદળમાં હતું.

c-17
આઇએલ-76ની ક્ષમતા લગભગ 40 ટન વજન સહન કરવાની છે. વાયુસેનાએ આવા વર્ષ 2011માં થયેલી સમજુતી અંતર્ગત દસ અમેરિકન વિમાનોનો ઓર્ડર આપ્યો છે અને એમાંથી ત્રણ ભારતને મળી ચૂક્યા છે. અમેરિકન વાયુદળ આવતા વર્ષના અંત સુધી તમામ 10 વિમાનોની ડિલિવરી કરી દેશે.

વિમાનથી ભારતીય વાયુદળની સંચાલન ક્ષમતામાં વધારો થવાની આશા છે, અને આપત્તિ રાહત અને આ પ્રકારના અભિયાન દરમિયાન તેની પહોંચની ક્ષમતા વધશે. દસ વિમાન મળ્યા બાદ ભારતીય વાયુદળ વધુ છ વિમાન ખરીદવાનો વિચાર કરી રહી છે. હાલના સમયે વાયુસેનાએ રશિયાના વિમાનો પર નિર્ભરતા છોડીને અમેરિકન વિમાનો પર વિશ્વાસ કરવાનું શરૂ કરી દીધું છે.

English summary
Giving a major thrust to IAF's capability to swiftly move troops and tanks to battle fronts, Defence Minister A K Antony today formally inducted its biggest 70-tonne C-17 heavy-lift transport aircraft into service at the Hindon Air Base.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X