For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સી-વોટર ઓપિનિયન પોલઃ એમપી, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોનુ પલડુ છે ભારે

ચૂંટણીની બરાબર પહેલા કરાયેલા સી-વોટર ઓપિનિયન પોલ અનુસાર રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને બહુમત મળવાના અણસાર છે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાનામાં 12 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર વચ્ચે વિધાનસભા ચૂંટણી થવાની છે. 2019ની સામાન્ય ચૂંટણી પહેલા મહત્વ ધરાવતી આ ચૂંટણીઓમાં બધા પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. પાંચમાંથી ત્રણ રાજ્યોમાં સરકાર ચલાવી રહેલ ભાજપ માટે 2019 પહેલા આ ચૂંટણી જીતવી ઘણી મહત્વની છે પરંતુ સી-વોટર ઓપિનિયન પોલ જનતાનો અલગ જ મૂડ જણાવી રહી છે. ચૂંટણીની બરાબર પહેલા કરાયેલા સી-વોટર ઓપિનિયન પોલ અનુસાર રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને બહુમત મળવાના અણસાર છે. 2019 ચૂંટણી પહેલા આ વાત ભાજપની ઉંઘ ઉડાડવા માટે કાફી છે.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર, હિઝબુલનો ટોપ કમાન્ડર ઠાર આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર, હિઝબુલનો ટોપ કમાન્ડર ઠાર

રાજસ્થાનમાં ભાજપ પર ભારે પડશે કોંગ્રેસ!

રાજસ્થાનમાં ભાજપ પર ભારે પડશે કોંગ્રેસ!

સી-વોટર ઓપિનિયન પોલ અનુસાર 200 સીટોની વિધાનસભાવાળા રાજસ્થાનમાં કોંગ્રેસ ભારે બહુમત સાથે કમબેક કરી શકે છે. પોલમાં કોંગ્રેસને 145 સીટો અને ભાજપને માત્ર 45 સીટો મળવાનું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે. વળી, ભાજપનો ગઢ મનાતા મધ્ય પ્રદેશની વાત કરીએ તો અહીં શિવરાજ સિંહની સરકાર જોખમમાં જણાઈ રહી છે. 15 વર્ષોથી મધ્ય પ્રદેશમાં જીત મેળવી રહેલી ભાજપ પર આ વખતે કોંગ્રેસ ભારે પડી શકે છે. સી-વોટર ઓપિનિયન પોલમાં કોંગ્રેસને સાધારણ બહુમત મળવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે.

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ કાંટાની ટક્કર

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ કાંટાની ટક્કર

પોલ અનુસાર 231 સીટોવાળી મધ્ય પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસને 116 સીટો મળી શકે છે. વળી, ભાજપના ખાતામાં 107 સીટો આવવાનું અનુમાન છે. છત્તીસગઢમાં પણ ભાજપને કોંગ્રેસ સામે કાંટાની ટક્કર મળી રહી છે. 91 સીટોમાંથી કોંગ્રેસના ખાતામાં 41 સીટો અને ભાજપના હિસ્સામાં 43 સીટોની ભવિષ્યવાણી કરવામાં આવી છે. આ ત્રણે રાજ્યોમાં ભાજપને પોતાની સત્તા બચાવવા માટે ઘણી મહેનત કરવી પડશે. સેન્ટર ફોર વોટિંગ ઓપિનિયન એન્ડ ટ્રેંડ્સ ઈન ઈલેક્શન રિસર્ચ (સી-વોટર) એ દાવો કર્યો સીએનએક્સ રાજસ્થાનમાં કોંગ્રેસને 115 સીટો મળી શકે છે.

રિઝલ્ટ અંગે શું કહી રહ્યા છે બીજા પોલ?

રિઝલ્ટ અંગે શું કહી રહ્યા છે બીજા પોલ?

સીએનએક્સના પોલ અનુસાર રાજસ્થાનમાં કોંગ્રેસના હિસ્સામાં 115 સીટો અને ભાજપના ખાતામાં 75 સીટો આવી શકે છે. વળી, સીએસડીએસ સર્વેએ કોંગ્રેસને 110 સીટો અને ભાજપને 84 સીટો મળવાની વાત કહી છે. સીફોર સર્વેએ રાજસ્થાનમાં કોંગ્રેસને 130 સીટો અને ભાજપને 65 સીટો મળવાની સંભાવના વ્યક્ત કરી છે. સી-વોટર અનુસાર સીએનએર્સના મધ્ય પ્રદેશમાં કરાયેલા સર્વેમાં ભાજપને બહુમતમાં બતાવાયા છે. આ સર્વેમાં મધ્ય પ્રદેશમાં ભાજપને 122 સીટો અને કોંગ્રેસને 95 સીટો મળવાની વાત કહેવામાં આવી છે.

12 ડિસેમ્બરે થશે અસલી પરીક્ષા

12 ડિસેમ્બરે થશે અસલી પરીક્ષા

સીએસડીએ સર્વે અનુસાર મધ્ય પ્રદેશમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અંતર વધુ નહિ રહે. સર્વેએ ભાજપને 116 સીટો અને કોંગ્રેસને 105 સીટો મળવાનો દાવો કર્યો છે. સીએનએક્સ સર્વેએ છત્તીસગઢમાં ભાજપને 50 સીટો અને કોંગ્રેસને 30 સીટો મળવાનું પૂર્વાનુમાન લગાવ્યુ છે. વળી, 10 સીટો અન્યના ખાતામાં આવશે. સીએસડીએસ સર્વેમાં છત્તીસગઢમાં ભાજપના ખાતામાં 56 સીટો અને કોંગ્રેસના ખાતામાં 25 સીટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્રણે રાજ્યોમાં કોંગ્રેસને ગઈ વખતે વધુ સીટો મળવાની સંભાવનાને કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ રોચક ગણાવ્યુ છે. કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે સી-વોટરનો ઓપિનિયન પોલ રોચક અને પ્રશંસનીય છે.

આ પણ વાંચોઃ 10 નવેમ્બરે પણ સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો આજની કિમતઆ પણ વાંચોઃ 10 નવેમ્બરે પણ સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો આજની કિમત

English summary
C-Voter Opinion Poll: Congress To Get Majority In Rajasthan And Madhya Pradesh Assembly Elections 2018.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X