CAA Protest: સોનિયા, પ્રિયંકા ગાંધી અને ઓવૈસી પર ગંભીર આરોપ, અલીગઢમાં કેસ નોંધાયો
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના અલીગઢમાં કોંગ્રેસના કામચલાઉ અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને AIMIM પ્રમુખ અસાદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ કેસ નોંધાયો છે. આ તમામ પર નાગરિકતા સંશોધન કાનૂન પર ભડકાઉ ભાષણો આપવાનો આરોપ છે. કેસ નોંધનાર ફરિયાદી પ્રદીપ ગુપ્તાએ આરોપ લગાવ્યો કે ગાંધી પરિવારના નેતાઓ અને અન્યોએ નાગરિકતા સંશોધન કાનૂનના નામે દેશમાં ભડકાઉ નિવેદનો આપ્યાં છે.
અદાલે ફરિયાદ પર નોંધ લેતા આ મામલે સુનાવણી માટે 24 જાન્યુઆરી 2020ની તારીખ નક્કી કરી છે. ફરિયાદમાં પત્રકાર રવિશ કુમારનું નામ પણ સામેલ છે. જણાવી દઈએ કે કોંગ્રેસે સોમવારે સંશોધિત નાગરિકતા કાનૂન સામે વિરોધ વધુ તેજ કરી દીધો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ રાજઘાટ સ્થિત મહાત્મા ગાંધીના સ્મારક પર એક તરફ જ્યાં એકતા માટે સત્યાગ્રહ કર્યો, ત્યાં જ તેની સહયોગી દ્રમુકે ચેન્નઈમાં મોટી રેલી આયોજિત કરી.
એમકે સ્ટાલિન સહિત 8 સામે ફરિયાદ
જ્યારે બીજી તરફ ચેન્નઈમાં સોમવારે સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ વિરુદ્ધ પોલીસની મંજૂરી વિના રેલી કાઢવા બદલ ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિન સહિત 8 હજાર લોકો વિરદ્ધ કેસ નોંધ્યો છે.
8500 કરોડના ખર્ચે તૈયાર થશે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર, જાણો આ NPR શું છે?