છે કેબિનેટ મંત્રી, પણ સાયકલ સાથે છે અનોખો નાતો...
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં 19 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. ત્યારે શપથ ગ્રહણ કરવા માટે આવેલા આ 19 મંત્રીઓ જ્યાં સરકારી અને મોંધી ગાડીઓમાં આવ્યા હતા. ત્યાં જ મોદી સરકારના બે મંત્રીઓ બિલકુલ અલગ પડતા હતા. જેમાંથી એક હતા ગુજરાતી રાજ્યમંત્રી મનસુખ માંડવિયા અને બીજા અર્જુન મેધવાલ જે સાયકલ પર આ શપથ ગ્રહણ કરવા માટે આવ્યા હતા.
જ્યાં એક તરફ રાજ્ય મંત્રી બનતા પહેલા સાયકલ પર સંસદ ભવન જવા નીકળેલા મનસુખ માંડવિયા એએનઆઇને કહ્યું હતું કે તેમને મોદીને વિઝનરી સરકારનો ભાગ બનતા ખુબ જ ખુશી થઇ રહી છે ત્યાં રાજસ્થાનથી રાજ્ય મંત્રી અર્જૂન મેધવાલ લાંબા સમયથી આ રીતે જ સાયકલ ચલાવીને સંસદ આવે છે.
પાછલા લાંબા સમયથી અર્જૂન મેધવાલ પેટ્રોલ બચાવવા માટે અભિયાન ચલાવી રહ્યા છે. જે અંતર્ગત જ તે આજે આટલા મહત્વના દિવસે પણ સાયકલ ચલાવીને જ સંસદ ભવન આવ્યા હતા. ત્યારે કેબિનેટમાં નવા જોડાયેલા આ બન્ને મંત્રીઓએ સાયકલ ચલાવીને એક નવો ચીલો પાડ્યો હતો.
Delhi: Mansukh Mandaviya & Arjun Meghwal leave for President's House on a cycle,will be inducted in #Cabinet,today pic.twitter.com/F1dFGALj2I
— ANI (@ANI_news) July 5, 2016