For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગણા સરકારે લીધો આખરી નિર્ણય, વિધાનસભા ભંગ કરશે

kcr, telangana, trs, hyderabad, assembly election, election, કેસીઆર, તેલંગણા, ટીઆરએસ, હૈદરાબાદ, વિધાનસભા ચૂંટણી, ચૂંટણી, કે ચંદ્રશેખર રાવ

|
Google Oneindia Gujarati News

તેલંગણાની KCR સરકારે સસ્પેન્સ પરથી પડદો હટાવી લીધો છે. તેલંગણા રાષ્ટ્ર સમિતિ(TRS)ના પ્રેસિડન્ટ અને તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે વિધાસભા ભંગ કરવાનો નિર્ણય લઈ લીધો છે અને મુદ્દત પહેલા જ વિધાનસભાનો ભંગ કરી વહેલી ચૂંટણી યોજવા માટે ગવર્નર ઈએસએલ નરસિંહાની ભલામણ મેળવવા માટે કેસીઆર રાજભવન પહોંચી ગયા છે.

કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

વિધાનસભાનું વિસર્જન કરવું કે નહીં તે નક્કી કરવા માટે કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી જેનો અંતિમ નિર્ણય આવી ગયો છે. આ નિર્ણયની સાથે ડિસેમ્બરની શરૂઆત તેલંગણામાં વિધાનસભા ચૂંટણી યોજાય શકે છે. જણાવી દઈએ કે આ અઠવાડિયે યોજાયેલ મેગા રેલી દરમિયાન કે ચંદ્રશેખર રાવે વિધાનસભા ભંગ કરી વહેલી ચૂંટણી કરાવવાના સંકેત આપ્યા હતા.

તેલંગણા વિધાનસભાની ચૂંટણી થશે વહેલી

તેલંગણા વિધાનસભાની ચૂંટણી થશે વહેલી

કે ચંદ્રશેખર રાવે કહ્યું હતું કે ટીઆરએસ પાર્ટીના સાંસદ સભ્યો, ધારાસભ્યો, કેબિનેટ અને તેમની પાર્ટી વતી નિર્ણય લેવા માટે તેઓ અધિકૃત છે. જણાવી દઈએ કે કાયદેસર રીતે 19 મે 2019ના રોજ તેલંગણા વિધાનસભાની ટર્મ પૂરી થઈ રહી છે અને આ સમયે લોકસભાની ચૂંટણી છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં સમય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે KCRએ તેલંગણા વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવાનો નિર્ણય લીધો.

મોદીએ કહ્યું ખુદના જોખમે નિર્ણય લેજો

મોદીએ કહ્યું ખુદના જોખમે નિર્ણય લેજો

તાજેતરમાં જ દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મળેલી બેઠક દરમિયાન કે ચંદ્રશેખર રાવને વહેલી ચૂંટણી યોજવા અંગે વિચાર આવ્યો હતો. જો કે મોદીએ કહ્યું કે કોઈપણ નિર્ણય લેવાશે તે તેમના ખુદના રિસ્ક પર લેવામાં આવશે. KCRએ પણ જોખમનું આંકલન કરી લીધું છે અને તેમને લાગી રહ્યું છે કે વહેલી ચૂંટણી કરાવવાથી તેમની પાર્ટીને જ ફાયદો થશે.

કોંગ્રેસ છે મુખ્ય વિરોધી

કોંગ્રેસ છે મુખ્ય વિરોધી

કે ચંદ્રશેખર રાવે કહ્યું હતું કે તેઓ તેલંગણામાં કોંગ્રેસ તેમની એકમાત્ર વિરોધી હોવાથી તેઓ લોકસભામાં કોંગ્રેસ સાથે જોડાયેલા કોઈપણ ફ્રન્ટમાં સામેલ નહીં થાય અને એકલા હાથે જ ચૂંટણી લડશે. પીએમ મોદી સાથેની બેઠક બાદ કોંગ્રેસે પણ કેસીઆર પર નિશાન તાક્યું હતું અને તેમને પીએમ મોદીના ગુલામ ગણાવી દીધા હતા. જણાવી દઈએ કે વિધાનસભા 2014ની ચૂંટણીમાં 119 સીટમાંથી 63 સીટ જીતીને TRS તેલંગણામાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. જે બાદ 21 સીટ સાથે કોંગ્રેસ તેલંગણામાં બીજા નંબર પર છે ત્યારે કોંગ્રેસ અને ટીઆરએસ એકબીજાના સખત પ્રતિદ્વંદ્વી છે.

ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે

ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે

જો કે ભાજપને તેલંગણાની 2014 વિધાનસભા ચૂંટણી દરમિયાન માત્ર 3 સીટ જ સીટ મળી હતી. કેસીઆર એનડીએ સાથે ગઠબંધન કરવા તો નહોતા ઈચ્છતા પણ દક્ષિણના રાજ્યોમાં ભાજપની પકડ જોઈને તેમણે લોકસભા 2019માં ભાજપને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. ગવર્નરની મંજૂરી મળતાની સાથે જ કાલે તેલંગણા વિધાનસભાનું વિસર્જન કરવામાં આવી શકે છે અને તે બાદ તેલંગણા વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પણ થઈ શકે છે.

મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પ્રધાનમંત્રીના ગુલામ છેઃ કોંગ્રેસ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પ્રધાનમંત્રીના ગુલામ છેઃ કોંગ્રેસ

English summary
Cabinet recommends dissolution of assembly, calls for early polls
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X