
મહાકાય ધાર્મિક સંસ્થાઓની સંપત્તિ અને ટર્નઓવર જાણો, CAG ઑડિટની માંગ થઈ રહી છે
નવી દિલ્હીઃ ભાજપના સાંસદ અને વરિષ્ઠ વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ દેશની તમામ ધાર્મિક સંસ્થાઓની આવકનું સીએજી ઑડિટ કરાવવાનો મુદ્દો ઉઠાવી એક નવી ચર્ચા છેડી દીધી છે. તેમણે કહ્યું કે કોરોના મહામારી બાદ સંસદનું સત્ર ફરીથી આયોજિત થશે ત્યારે તેઓ આવા પ્રકારના ઑડિટને ફરજીયાત કરવા માટે એક પ્રાઈવેટ મેમ્બર બિલ લાવશે. સ્વામીએ ટ્વીટરના માધ્યમથી આ વાત કહી છે, જેને સોશિયલ મીડિયામાં જબરું સમર્થન મળી રહ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તમામ ધર્મો સાથે જોડાયેલ ધાર્મિક સંસ્થાઓનું આ સીએજી ઑડિટ કરાશે. ત્યારે સુબ્રમણ્યમ સ્વામીએ આવી માંગ શા માટે કરી અને દેશની કેટલીક મોટી ધાર્મિક સંસ્થાઓની વાર્ષિક આવક અને સંપત્તિ કેટલી છે તે જાણવું જરૂરી છે.

પવિત્ર બાલાજી તિરુપતિ મંદિરની આવક
આમ તો સુબ્રમણ્યમ સ્વામીએ તમામ ધર્મો સાથે જોડાયેલી સંસ્થાઓની વાત કરી છે, પરંતુ જે આંકડા ઉપલબ્ધ છે તે મોટાભાગે દેશના મંદિરો સાથે જોડાયેલા છે. આંધ્ર પ્રદેશ સ્થિત ભગવાન તરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે 2500 કરોડ રૂપિયાનો માત્ર ખર્ચ અનુમાન નક્કી કર્યો હતો. સામાન્ય રીતે ટ્રસ્ટને દર મહિને લગભગ 200થી 220 કરોડ રૂપિયાની આવક થાય છે. જેમાંથી મોટા ભાગની રકમ દાન સ્વરૂપે આવે છે, તો તેનો બીજો ભાગ પ્રસાદના રૂપમાં લાડવા વહેંચીને પણ ટ્રસ્ટના ખાતામાં જમા થાય છે. 2016ના આંકડા મુજબ તો ટ્રસ્ટે માત્ર લાડવા વેંચીને જ 75 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. જો 2018-19ના આંકડાની વાત કરીએ મંદિરનું વાર્ષિક રાજસ્વ 2894 કરોડ રૂપિયાનું હતું. આ ઉપરાંત ફિક્સ્ડ ડિપોજિટ જેવા એડિશનલ સાધનોથી પણ આવક થાય તે અલગ છે.

દેશનું સૌથી અમીર મંદિર
જો દેશના સૌથી અમીર મંદિરની વાત કરીએ તો આ તાજ કેરળના તિરુવનંતપુરમ સ્થિત પદ્મનાભસ્વામી મંદિર પાસે છે, જેની પાસે 2016માં 20 બિલિયન ડૉલર એટલે કે 13,60,99,90,00,000થી પણ વધુની સંપત્તિ હતી. એટલું જ નહિ આ મંદિરની વાર્ષિક આવકનું અનુમાન 1 લાખ કરોડથી વધુનું છે. કેટલાક વર્ષ પહેલા આ મંદિર પોતાના ગુપ્ત ખજાનાના કારણે દુનિયાભરમાં ચર્ચાનો વિષય રહી ચૂક્યું છે. આવી રીતે કેરળમાં પેરિયાર ટાઈગર રિઝર્વ અંદર આવેલ સબરીમાલા મંદિર પણ પોતાની તગડી કમાણી માટે મશહૂર છે. ગત બે મહિનાની વાર્ષિક તીર્થ યાત્રા દરમ્યાન માત્ર 28 દિવસમાં જ આ મંદિરે 105 કરોડ રૂપિયાનું રાજસ્વ પ્રાપ્ત કર્યું હતું.

શિરડી સાંઈ મંદિર પણ આવકમાં આગળ
ભારતમાં ઘણી વધુ આવકવાળા મંદિરોમાં શિરડી સાંઈ મંદિર પણ છે, જેના ચઢાવામાં દરરોજ 1.5 કરોડ રૂપિયાથી વધુની આવક થાય છે. મંદિરના ચઢાવામાં કેશ ઉપરાંત સોના અને ચાંદી પણ મળે છે. આવા પ્રકારના મંદિરના ચઢાવાથી વાર્ષિક આવક 400 કરોડ રૂપિયાની થાય છે. આવી રીતે વધુ એક તગડી કમાણી વાળા મંદિર જમ્મૂનું પવિત્ર માતા વૈષ્ણો દેવી મંદિર પણ છે. જેમાં સૌથી વધુ તીર્થયાત્રી પહોંચે છે અને તેની આવક પણ વાર્ષિક 500 કરોડ રૂપિયાથી ક્યાંય વધુ છે. જો કે આ બધા ધાર્મિક સંસ્થાન ટ્રસ્ટની દેખરેખમાં સંચાલિત થાય છે અને તેનો પૂરો હિસાબ કિતાબ રાખવામાં આવે છે.

ભગવાન જગન્નાથ મંદિર
ભારતનું વધુ એક મંદિર પોતાની સંપત્તિને કારણે હાલ ભારે ચર્ચામાં રહ્યું હતું, તે છે ઓરિસ્સાના પુરી સ્થિત ભગવાન જગન્નાથ મંદિર. એક આંકડા મુજબ 2016 સુધી મંદિર પાસે 130 કિલો સોનું અને 220 કિલો ચાંદીનો ભંડારો હતો. કેટલાક મહિના પહેલા આ મંદિર એટલા માટે પણ ચર્ચામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશથી એ વાત સામે આવી હતી કે મંદિર પાસે ઓરિસ્સા અેન બહાર 60418 એકરનું લેન્ડબેંક છે. જો આટલી જમીનથી હિસાબ લગાવવામાં આવે તો પુરીના ક્ષેત્રફળથી 15 ગણુ વધુ થાય છે. મંદિરની થઈ રહેલી કુલ આવકના કોઈ પુખ્તા રેકોર્ડ ઉપલબ્ધ નથી.

સ્વર્ણ મંદિર
જ્યારે વારાણસી સ્થિત ભગવાન કાશી વિશ્વનાથ મંદિરની વાત કરીએ તો તેના ત્રણ ગુંબદોંમાંથી બે પર સોનું મઢેલું છે. આ મંદિરને પણ દાનના રૂપમાં દર વર્ષે 5 કરોડ રૂપિયાથી વધુની આવક થાય છે. જ્યારે સોમનાથ મંદિર ગુજરાતના સૌથી અમીર મંદિરમાં ગણાય છે, જેની વાર્ષિક આવક 35 કરોડ રૂપિયાથી વધુ છે. જ્યારે કેરળના મદુરાઈ સ્થિત મીનાક્ષી મંદિરે પણ તીર્થયાત્રીઓનો જમાવડો રહે છે અને તેની વાર્ષિક આવક 6 કરોડથી વધુની છે.

કેટલાક ધાર્મિક સંસ્થાઓની આવકનો રિપોર્ટ નથી
જ્યાં સુધી અજમેર શરીફ કે દિલ્હીના નિજામુદ્દીન ઔલિયા જેવા મશહૂર દરગાહો અથવા ઈબાતગાહોંની વાત છે તો તેમની વાર્ષિક આવકનો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી થઈ શક્યો. એવી જ રીતે ચર્ચોની આવક અને ખર્ચનો કઈ રિપોર્ટ ઉપલબ્ધ નથી. ત્યારે ચર્ચોને મળતા ફંડમાં પણ પારદર્શિતાની માંગ ઉઠતી રહી છે.
સ્ટેરૉયડથી ગંભીરમાં ગંભીર કોરોના સંક્રમિતનો જીવ બચાવી શકાય, WHOની નવી એડવાઈઝરી