For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ યાત્રાને મંજૂરી નહિ, હાઈકોર્ટની ચીફ જસ્ટીસ બેંચે રદ કર્યો સિંગલ બેંચનો ચુકાદો

કોલકત્તા હાઈકોર્ટની ચીફ જસ્ટીસ બેંચે ભાજપની રથયાત્રાને અનુમતિ આપતો સિંગલ બેંચનો ચુકાદો રદ કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તા હાઈકોર્ટની ચીફ જસ્ટીસ બેંચે ભાજપની રથયાત્રાને અનુમતિ આપતો સિંગલ બેંચનો ચુકાદો રદ કરી દીધો છે. તમને જણાવી દઈએ કે હાઈ કોર્ટની સિંગલ બેંચે ગુરુવારે જ ભાજપની પ્રસ્તાવિત રથયાત્રાને મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ પશ્ચિમ બંગાળ સરકારે સિંગલ બેંચના ચુકાદાને ચીફ જસ્ટીસ બેંચ સામે પડકાર્યો હતો. ત્યારબાદ આજે ચીફ જસ્ટીસ બેંચે સિંગલ બેંચના ચુકાદાને રદ કરી દીધો છે.

mamta-amit

હાઈકોર્ટના આ ચુકાદાથી ભાજપને તગડો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં પશ્ચિમ બંગાળ સરકારે સાંપ્રદાયિક સૌહાર્દ બગડવાની આશંકાઓ હેઠળ ભાજપને રથયાત્રાની પરવાનગી આપી નહોતી. ત્યારબાદ ભાજપે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. મમતા સરકારે હાઈકોર્ટની સિંગલ બેંચ સામે દલીલ કરી હતી કે ભાજપની રથયાત્રાથી રાજ્યની શાંતિ અને સૌહાર્દ બગડી શકે છે. જે અંગે તેમને ખુફિયા રિપોર્ટથી જાણકારી મળી છે. એટલા માટે ભાજપને યાત્રાની પરવાનગી આપવામાં ન આવે. ત્યારબાદ પણ સિંગલ બેંચે મંજૂરી આપી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે ગણતંત્ર બચાવો યાત્રાની ત્રણ તારીખો પહેલેથી નિર્ધારિત કરી દેવામાં આવી હતી. આની શરૂઆત 22 ડિસેમ્બરથી બિહારથી થવાની હતી, 24 ડિસેમ્બરે તે પશ્ચિમ બંગાળા દક્ષિણ પરગણા જિલ્લાના કાકદ્વીપ થઈને 26 ડિસેમ્બરે બીરભૂમ જિલ્લાના તારપીઠથી નીકળવાના હતા. પરંતુ હવે કોર્ટના ફેસલા બાદ મુશ્કેલી ઉભી થઈ ગઈ છે.

English summary
Calcutta HC Chief Justice bench quashed single bench order allowing BJP yatra in West Bengal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X