For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેમ્પા કોલા : ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ કરાશે

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 18 જૂન : કેમ્પા કોલા રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર ફ્લેટ્સને તોડી પાડવાની પ્રક્રિયામાં રહેવાસીઓને બે દિવસની રાહત મળ્યા બાદ હવે ડિમોલિશન પ્રક્રિયા 20મી જૂને શરૂ થવા જઇ રહી છે. આ તોડી પાડવાની સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે.

આ નિર્ણય અંગે બીએમસીના અધિકારીએ જણાવ્યું છે કે 'આ વિડિયો રેકોર્ડિંગનો ઉપયોગ રહેવાસીઓ જો વિરોધ કરશે તો તેમની સામે પુરાવા તરીકે ઉપયોગમાં લેવામાં આવશે.'

બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ કમિશનર મોહન અડતાણીએ જણાવ્યું હતું કે 'અમે આખી ડિમોલિશન પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ કરીશું. રહેવાસીઓ જો અમને ડિમોલિશન કરતાં રોકશે તો એ રેકોર્ડિંગનો સુપ્રીમ કોર્ટમાં ઉપયોગ કરીશું. પહેલાં પગલાં તરીકે તેમના પાણી, વીજળી અને ગેસ કનેકશનનાં જોડાણ કાપી નાખવામાં આવશે. ફ્લેટની બાલ્કની તોડી પાડ્યા બાદ બીજા તબક્કામાં ફ્લેટની દીવાલો તોડી પાડવામાં આવશે.'

campa-cola

ડિમોલિશન પ્રક્રિયા 17 જૂન, મંગળવારથી શરૂ થવાની હતી, પણ બે રહેવાસીનાં મોત થતાં માનવતાના ધોરણે પાછી ઠેલવામાં આવી હતી. રહેવાસીઓને ફ્લેટ ખાલી કરવા વધુ ત્રણ દિવસની મુદત આપવામાં આવી છે. એટલે હવે આ કામગીરી 20 જૂને હાથ ધરવામાં આવશે.

કેમ્પાકોલાના પહેલા રહેવાસી વિનોદ કોઠારી(82)ને હૃદય રોગનો હુમલો આવ્યા પછી તેમનું 15મી જૂને અવસાન થયું હતું, જ્યારે 83 વર્ષના પાકિસ્તાનના નિર્વાસિત ચક્રવર્તી ચાવલાનું કિડની નિષ્ફળ જવાથી 8મી જૂને અવસાન થયું હતું.

આ દરમિયાન કેમ્પાકોલાના રહેવાસીઓનું કહેવું હતું કે પાલિકા બીજા રહેવાસીઓ પ્રત્યે પણ માનવતા દર્શાવી છે તેનો અમને આનંદ છે. પાલિકામાં માણસાઈ બચી છે તે જાણીને અમને ખુશી થઈ છે. પાલિકા અન્ય નાગરિકો સાથે પણ માનવતાનો અભિગમ અપનાવે એવું એક રહેવાસીએ જણાવ્યું હતું.

કેમ્પા કોલા હાઉસિંગ સોસાયટીના સાત બિલ્ડિંગ 1981 અને 1989ની વચ્ચે બાંધવામાં આવ્યા હતા. બિલ્ડરોને છ માળ બાંધવાની પરવાનગી હતી, પણ મિડ-ટાઉન બિલ્ડિંગમાં 20 માળ અને ઓર્કિડમાં 17 માળ બાંધવામાં આવ્યા હતા. કમ્પાઉન્ડમાં આવેલા સાત બિલ્ડિંગના 102 ફ્લેટ્સ તોડી પાડવાની કામગીરી 20 જૂને શરૂ થશે.

English summary
Campa Cola: Illegal construction demolition process will be video recorded.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X