For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેમ્પા કોલા ડિમોલિશન કેસ : રહેવાસીઓને BMCએ બે દિવસની રાહત આપી

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 16 જૂન : દક્ષિણ મુંબઈમાં આવેલા કેમ્પા કોલા રહેણાક કોમ્પલેક્સમાં ગેરકાયદેસર બંધાયેલા માળ તોડી પાડવાની કામગીરીને મુંબઈ મહાનગરપાલિકાએ બે દિવસ મોકૂફ રાખી છે. આ કારણે તે માળના રહેવાસીઓને થોડીક રાહત મળી છે. આ રાહત કેમ્પાકોલામાં રહેતા 83 વર્ષીય વિનોદ કોઠારીના અવસાન બાદ તેમના પરિવારજનોએ કરી છે.

વિનોદ કોઠારીનું અવસાન ગઇ કાલે હાર્ટ એટેકથી થયું હતું. ત્યાર બાદ તેમના પરિવારજનોએ અંતિમક્રિયા માટે મહોલત માંગી હતી. તેમના પરિવાજજનોનું કહેવું છે કે બીએમસીની નોટિસ મળ્યા બાદ વિનોદ કોઠારીને હાર્ટ એટેક આવ્યો હતો.

campa-cola

ગેરકાયદેસર માળ તોડી પાડવા માટે 17 જૂનની ડેડલાઈન આપવામાં આવી હતી. હવે મહાપાલિકા તેની ડિમોલિશન પ્રક્રિયાને 20 જૂન સુધી મોકૂફ રાખવા સંમત થઈ છે.

મહાપાલિકાના એક અધિકારીએ અગાઉ કહ્યું હતું કે 17 જૂન પછી ગેરકાયદેસર માળના રહેવાસીઓ સામે પગલા લેવાનું શરૂ કરવામાં આવશે. પરંતુ ડિમોલિશન કરતા પહેલા ગેરકાયદેસર ફ્લેટવાસીઓને નોટિસ આપવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે રાહત આપવાનો ઈનકાર કર્યો તે છતાં રહેવાસીઓ ગેરકાયદેસર ફ્લેટ છોડીને જવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટે તો તેમને 31 મે સુધીમાં જ ફ્લેટ ખાલી કરવાનો રહેવાસીઓને આદેશ આપ્યો હતો.

English summary
Campa Cola Society row : BMC gives two days relief on plea of a resident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X