For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ કેમ કહ્યુ - અમરસિંહ બધાનો ઈતિહાસ ખોલી દેશે...

ક્યારેક મુલાયમસિંહ પરિવારની ખૂબ જ નજીક રહી ચૂકેલ રાજનેતા અમરસિંહ હાલમાં ભાજપની નજીક જણાઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ક્યારેક મુલાયમસિંહ પરિવારની ખૂબ જ નજીક રહી ચૂકેલ રાજનેતા અમરસિંહ હાલમાં ભાજપની નજીક જણાઈ રહ્યા છે. રવિવારે લખનઉમાં પીએમ મોદીના કાર્યક્રમમાં તે હાજર રહ્યા. રાજનીતિના વિરોધીઓના કોઈ પ્રસંગનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યુ કે અહીં અમરસિંહ બેઠા છે. જે એક એક ઈતિહાસ ખોલીને રાખી શકે છે. મોદીના આ નિવેદન બાદ રાજકીય ગલીઓમાં કયાસ લાગી રહ્યા છે કે આવનારા સમયમાં અમરસિંહ સપા માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે?

અમરસિંહ બધાને જાણે છે

અમરસિંહ બધાને જાણે છે

રવિવારે યુપીની રાજધાની લખનઉમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમનીમાં શામેલ થયા હતા. આ દરમિયાન પીએમે મજાક કરતા કહ્યુ કે અમરસિંહ બધાને જાણે છે. પીએમે કહ્યુ કે ઉદ્યોગપતિઓના સાથનો વિરોધ કરનારા પડદા પાછળ તો તેમની સાથે ઘણી મુલાકાતો કરે છે અને સામે આવીને એમનો વિરોધ કરે છે. પહેલા આવુ નહોતુ થતુ કારણકે આજે જે લોકો વિરોધ કરી રહ્યા છે તે લોકો પહેલા તેમને પડદા પાછળ સપોર્ટ કરતા હતા. બધાને એ ખબર છે કે કયા લોકો કોના વિમાનમાં ફરતા રહ્યા છે. એટલુ જ નહિ પીએમ મોદીએ કહ્યુ કે અમરસિંહને બધુ ખબર છે કે કયા ઉદ્યોગપતિ કોના કોના દરવાજે દંડવત કરે છે. અમરસિંગ એક એક કરીને બધાનો ઈતિહાસ ખોલી શકે છે.

ભગવા કૂર્તામાં જોવા મળ્યા અમરસિંહ

ભગવા કૂર્તામાં જોવા મળ્યા અમરસિંહ

અમરસિંહ અહીં અલગ જ અંદાજમાં જોવા મળ્યા. અમરસિંહે આજે ભગવો કૂર્તો પહેર્યો હતો. અમરસિંગે થોડા દિવસો પહેલા જ સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. સીએમ સાથે મુલાકાત બાદ રાજકીય ગલીઓમામં અમરસિંહ ભાજપમાં શામેલ થવાના કયાસ લગાવવામાં આવી રહ્યા હતા. જો કે અમરસિંહે આને ઔપચારિક મુલાકાત ગણાવીને ટાળી દીધુ હતુ. તમને જણાવી દઈએ કે ગયા સોમવારે સાંજે અમરસિંગ અચાનક લખનઉ પહોંચ્યા અને યોગી આદિત્યનાથને તેમના કાર્યાલયમાં જઈને મળ્યા. આ મુલાકાત બાદ અમરસિંહની ભાજપમા શામેલ થવાની અટકળો પણ તેજ થઈ ગઈ હતી. અમરસિંહ અને મુખ્યમંત્રી આદિત્યનાથની આ મુલાકાતની ખબર પહેલા કોઈને નહોતી. ત્યાં સુધી કે મીડિયાને પણ આની ભનક મુલાકાત લાગી. બાદમાં અધિકૃત સૂત્રોએ પણ મુલાકાતની પુષ્ટિ કરી.

સમાજવાદી પાર્ટીમાંથી તેમને હાંકી કઢાયા હતા

સમાજવાદી પાર્ટીમાંથી તેમને હાંકી કઢાયા હતા

અમરસિંહ મુલાયમસિંહની ઘણ નજીક હતા અને સમાજવાદી પાર્ટીના મોટા નેતાઓમાં તેમની ગણતરી થતી હતી. પરંતુ મુલાયમ યુગ બાદ અખિલેશની આગેવાનીવાળી સમાજવાદી પાર્ટીમાંથી તેમને હાંકી કઢાયા હતા. ત્યારથી જ અમરસિંહ બીજી પાર્ટીઓના દરવાજા સતત ખખડાવી ચૂક્યા છે. વચમાં તેમના કોંગ્રેસમાં જવાના પણ સમાચાર આવ્યા હતા.

નેપાળના પ્રવાસ બાદ સીધા લખનઉ પહોચ્યા હતા

નેપાળના પ્રવાસ બાદ સીધા લખનઉ પહોચ્યા હતા

આ પહેલા અમરસિંહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી ચૂક્યા છે. તે નરેન્દ્ર મોદીની તુલના ભગવાન કૃષ્ણ સાથે કરી ચૂક્યા છે અને ઘણા સાર્વજનિક પ્રસંગોએ કહી ચૂક્યા છે કે તે ભાજપમાં શામેલ થવાની વિરોધમાં નથી. જાણકારી મુજબ અમરસિંહ નેપાળના પ્રવાસ બાદ સીધા લખનઉ પહોંચ્યા હતા. હાલમાં અમરસિંહ અને મુખ્યમંત્રી યોગીની આ મુલાકાત બાદ રાજકીય ગલીઓમાં કયાસોનું બજાર ગરમ છે.

English summary
can amar singh will create problem for akhilesh yadav and congress?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X