For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરુણાનિધિના પુત્ર સ્ટાલિનનો ભાવુક પત્ર, ‘છેલ્લી વાર અપ્પા કહી શકુ?'

સ્ટાલિને પોતાના પિતાના નામે એક ખૂબ જ ભાવુક પત્ર લખ્યો છે જેને વાંચ્યા બાદ કોઈની પણ આંખો ભરાઈ જશે.

|
Google Oneindia Gujarati News

અત્યારે સમગ્ર તમિલનાડુ ઊંડા શોકમાં ગરકાવ છે, કારણ છે રાજ્યવાસીઓના પ્રિય નેતા અને પૂર્વ સીએમ કરુણાનિધિનું દુનિયાને અલવિદા કહેવુ. ભારતીય રાજકારણમાં એક અલગ ઓળખ ધરાવતા કરુણાનિધિએ મંગળવારે સાંજે કાવેરી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. કરુણાનિધિનું દુનિયામાંથી જવુ રાજકારણનો મોટો અધ્યાય સમાપ્ત થવા જેવુ છે જેની પૂર્તિ કોઈ કરી શકે તેમ નથી.

પુત્ર સ્ટાલિનને લખ્યો પિતાના નામે ભાવુક પત્ર...

પુત્ર સ્ટાલિનને લખ્યો પિતાના નામે ભાવુક પત્ર...

એક રાજનેતાના રૂપમાં તો તેમના સમર્થકો દુઃખી થઈ રહ્યા છે પરંતુ એક પુત્રના જીવનમાંથી તેના પિતાનું જવુ જીવનના સૌથી મોટા કષ્ટોમાનું એક હોય છે. અને આ કષ્ટમાંથી હાલમાં કરુણાનિધિના પુત્ર અને ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ એમકે સ્ટાલિન ગુજરી રહ્યા છે જેમણે પોતાના પિતાના નામે એક ખૂબ જ ભાવુક પત્ર લખ્યો છે જેને વાંચ્યા બાદ કોઈની પણ આંખો ભરાઈ જશે.

તમે અમને લડખડાતા છોડીને ક્યાં જતા રહ્યા?

તમે અમને લડખડાતા છોડીને ક્યાં જતા રહ્યા?

સ્ટાલિને લખ્યુ છે - ‘તમે જ્યાં પણ જતા હતા તે જગ્યા મને બતાવતા હતા. હવે મને બતાવ્યા વિના તમે ક્યાં ચાલ્યા ગયા? તમે અમને લડખડાતા છોડીને ક્યાં જતા રહ્યા? અહીં એ વ્યક્તિ સૂતા છે જેણમે આખી જિંદગી થાક્યા વિના કામ કર્યુ, શું તમે હવે નક્કી કરી લીધુ છે કે તમે તમિલ સમાજ માટે કામ કરી ચૂક્યા છો? શું તમે ક્યાંય છૂપાઈને જોઈ રહ્યા છો, શું કોઈ તમારી 80 વર્ષની સામાજિક જીવનની ઉપલબ્ધિઓને પાછળ છોડી શકે છે?'

શું હવે હું તમને અપ્પા કહી શકુ?

શું હવે હું તમને અપ્પા કહી શકુ?

‘3 જૂને તમારા જન્મદિવસ પર મે તમારી પાસે તમારી ક્ષમતાનું અડધુ માંગ્યુ હતુ, શું હવે આપ અરિગ્નાર અન્નાને મળ્યા? તમારા હ્રદયને પણ મને આપશો? કરોડો ઉડનપિરપુક્કલોં (ડીએમકે કેડર) તરફથી હું તમને અપીલ કરુ છુ કે બસ એક વાર ‘ઉડનપિરપ્પે' બોલી દો, હું તમને અપ્પા કહેવાના બદલે મારા જીવનમાં મોટાભાગે ‘થલાઈવર' (નેતા) કહેતો રહ્યો. શું હવે હું તમને અપ્પા કહી શકુ છું?'

English summary
Can I call you Appa one last time my leader, DMK leader MK Stalin penned an emotional letter to his departed father.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X