For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધી પર ભાજપનો પ્રહાર, પૂછ્યું 55 લાખમાંથી 9 કરોડના માલિક કેવી રીતે બની ગયા

55 લાખમાંથી 9 કરોડના માલિક કેવી રીતે બની ગયા રાહુલ ગાંધી?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈ રાજનૈતિક પાર્ટીઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. પહેલા કોંગ્રેસે એક પત્રિકાનો હવાલો આપતા ભાજપના કેટલાય દિગ્ગજ નેતાઓ પર બીએસ યેદુરપ્પા પાસેથી કરોડો રૂપિયાની રિશ્વત લેવાનો આરોપ લગાવતાં તપાસની માંગણી કરી. જેના એક દિવસ બાદ શનિવારે ભાજપ તરફથી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીની આવક પર સવાલ ઉઠાવ્યા.

સેલેરી સિવાય કોઈ સ્પષ્ટ સ્રોત નથી

રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી એક સાંસદ છે, તેમની આવકનો સ્રોત પગાર છે, તે ઉપરાંત કોઈ સ્પષ્ટ સ્રોત નથી. 2004ની ચૂંટણીના સોગંધનામામાં રાહુલ ગાંધીએ પોતાની સંપત્તિ 55,38,123 રૂપિયા જણાવી હતી. જ્યારે 2009માં તેમી સંપત્તિ વધીને 2 કરોડ રૂપિયા થઈ ગઈ અને 2014માં તેમની સંપત્તિ 9 કરોડ રૂપિયા થઈ ગઈ છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી જણાવે કે તેમની સંપત્તિ 55 લાખથી વધીને 9 કરોડ રૂપિયા કેવી રીતે થઈ ગઈ.

ડેવલપમેન્ટનું આ કેવું મોડેલ છેઃ ભાજપ

રવિશંકર પ્રસાદે કહ્યું કે અમે રાહુલ ગાંધીને પૂછવા માંગીએ છીએ કે આ તેમનું ડેવલોપમેન્ટનું કેવું મોડેલ છે. અત્યાર સુધી આપણે વાડ્રા મોડેલ ઑફ ડેવલપમેન્ટ જ જોયું હતું જેમાં 6-7 લાખ રૂપિયા લગાવો અને 2-3 વર્ષમાં 700-800 કરોડ રૂપિયાની સંપત્તના માલિક બની જાઓ. હવે આપણને રાહુલ ગાંધીના મોડેલ ઑફ ડેવલપમેન્ટનો પણ પતો લાગી ગયો છે.

વડાપ્રધાને દાન આપ્યા 21 લાખ

રવિશંકર પ્રસાદે કહ્યું કે જ્યારે મોદીજી ગુજરાતથી દિલ્હી આવ્યા તો તેમણે વેતનના રૂપમાં મળેલ 21 લાખ રૂપિયા મુખ્યમંત્રી કાર્યાલયના ચપરાસિઓના બાળકોમાં વહેંચી દીધા. એક તરફ ઈમાનદારીનો આ સંદેશ છે અને બીજી બાજુ કમાઈ વિમાના સાધનની સંપત્તિ 55 લાખથી વધુને 9 કરોડ થઈ જાય ચે. રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી ખુદ જણાવે કે આખરે તેમની સંપત્તિ 55 લાખથી 9 કરોડ રૂપિયા કેવી રીતે બની ગઈ છે.

લોકસભા ચૂંટણી 2019: ભાજપે જાહેર કરી 11 ઉમેદવારોની ચોથી યાદી લોકસભા ચૂંટણી 2019: ભાજપે જાહેર કરી 11 ઉમેદવારોની ચોથી યાદી

English summary
Can Rahul Gandhi Explain How His Assets Grew to 9 cr from 55 lakh, Asks BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X